________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) કોઈ કહે છે જગને કર્તા, કોઈ કહે છે નહિ કર્તા કઈ કહેજ સુદર્શન ધર્તા, કોઈ કહે તું સંહર્તા. કોઈ કહે છે અલક્ષ ઈશ તું, તે ક્યાં લક્ષ ધરૂં લાવી;
એક નિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૩ કેઈ કહે તું વ્યાપક સઘળે, અવ્યાપક નહીં કયાં કદા;
વ્યાપક જે તું હોય ઇશ! તે, તીર્થ ફરે જન કેમ સદા? જે વ્યાપક તું હોય નહીં તે, દેષ અશક્ત ઘટે ભારી;
એકનિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૪ કેઈક કાશીવાસી કહે છે, કોઈ કહે છે કૈલાસી;
કેઈ દ્વારકામાંહી કહે છે, કોઈ કહે વૈકુંઠ વાસી. કોઈ બતાવે જગન્નાથમાં, કેઈ અયોધ્યામાં ધારી.
એકનિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારીકે સ્વીકારી. ૫ કઈ કહે આકાશ વિષે ને, કેઈ કહે મકકે રહે છે; કઈક અગ્નિસલિલ સ્વરૂપ, હે આત્મન ! તુજને કહે છે. કોઈ કહે પ્રતિઘટ નહી વાસી, કેઈ કહે છે કે નારી;
એકનિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૬ કોઈ નપુંસક બ્રહ્મ કહીને, જપે છે નિજમત લાવી,
કોઈ લ્હને પુરૂષોત્તમ કહીને, પુરૂષ દે છે બતલાવી. કોઈ કહે છે કમલાને પતિ, કઈ તુજ પારવતી નારી,
એકનિરંજન ચિદઘન આતમ સ્તુતિ હારીલે સ્વીકારી. ૭ કેઈ નામ તુજ ગોંડ કહેને, અલ્લા કહી કઈ બોલાવે
કેઈ ઈશુને તાત કહેને, દામોદર કઈ દર્શાવે. કઈ સુરજને શક્તિ કહે નવ, સત્ય નામ દે નિર્ધારી,
એકનિરંજનચિઘન આતમ! સ્તુતિ હારીલે સ્વીકારી. ૯ કામી ક્રોધી ક૫ટે કુશળ, કૂર કામ કરનારે છું; વરણાગીમાં વાંકે ચાલું, વિષયેચ્છા ધરનાર છું.
For Private And Personal Use Only