Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 487
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૭) જબર જાદુ હતું આપમાં રે; આપતા બોધ અપાર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૫ કમળતા હતી કાન્તિમાં રે; કમળ વચનપ્રકાર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૬ પરમ પાવન પદ પામીયા રે; એમાં ન સંશય પંચ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૭ સાચા માન્યા જગદીશને રે; વ્યર્થ પ્રમાણે પ્રપંચ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૮ અમને હેટ હતે આશરે રે; તરવા સંસારનાં નીર, સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૯ ઉત્તર ગુર્જર દેશમાં રે; સાબર સરિતાને તીર સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧૦ કૃડિલે કલિયુગ આવી રે; ધારણા કરીએન ધીર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧૧ અજીતસાગર સૂરિ ઉચ્ચરે રે; ગુરૂગમ રમ્ય રૂચિર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧ર श्रीगुरुगुणगान. શહેરને સૂબો ક્યારે આવશે રે–રાગ. આંખડલી અમ આંસુ ભરી રે, વિરહ કહ્યો નવ જાય. ગુરૂદેવ ! કયારે દર્શન હવે આપશો રે! ટેક કાયા પાવનકારી આપની રે; સંભારી દીલ ડેલાય. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે! વચન અમૃત યાદ આવતાં રે, પાવન કર્મ સદાય. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે! ૨ ૨૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507