Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 497
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) સાખી–સુખને નવ સંભારતા, દુઃખ પણ તેવી રીત; સહજાનંદ સ્વભાવમાં, પૂરી જેની પ્રીત. જેનો રાજ કપર સરખે ભાવ સુહાવતો રે. વૃત્તિ એક અખંડિત જીનવરમાં દેખાય. અતિ–૪ સાખી–અજ્ઞાની જાણે નહિ, ભેદ જાણે ભેદ, અખેદદેશની વાતને, શું ! સમજેજ સખેદ. ગુરૂવર સમદશી જગ સદા શીયળ સંતોષના રે, ઉત્તમ અનુભવ મહિમા વદતાં કેમ વદાય ! અતિ–૫ સાખી–દેશ વિદેશ નામના, જાણે સંત સર્વ ગુણનિધિ દુર્ગુણ પરહર્યા, મેહનહિ નહિંગ. વાસી આનન્દઘન યશ વિજય દેવના દેશના રે મહિમા ગુરૂને જાણે અજીતસૂરિ નિત્ય ગાય. અતિ-૬ श्री गुरुदेवने. ગજલ-હિની. ઉદ્યાનમાં ગુલાબની, કમળ કલિકા જોઇ છે; મૃદુ કુન્દ સૌમ્ય શિરીષને, મધુ માલિકા પણ જોઈ છે. ઉદ્યાન-૧ કમળપણાની રસભરી, વનદશા નિરખી અતિ; પણ આપના ત્યાં હૃદયની, મૃદુભાવના દેખી નથી. ઉદ્યાન-૨ જન પતિતપાવની બોલતા, તે જોઈ છે ભાગીરથી; મેહન તણું યમુના તથા, અતિરમ્ય જોઈ સરસ્વતી, ઉદ્યાન-૩ તાપી તથા આ નર્મદાને, જોઈ છે સાબરમતી; પણ આપના શુભભાવની, રસવાહિની દેખી નથી. ઉદ્યાન–૪ ચળકાટ કરતી ચન્દ્રિકા, આકાશમાં દેખી ઘણું; પ્રાતઃ સમય પૂર્વ વિષે, કિરણાવળી દેખી ઘણું. ઉદ્યાન-૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507