________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧૨ )
भगवत्प्रार्थना पंचक. ( ७० ) શાર્દૂલવિક્રીડિતમ્.
માનું છું મનમાંહિ કે ગુણભર્યા, સાચા ઘણી આપ છે;
•
જાણું છું જગદીશ કે ? શરણના, સાચા તમે આપ છે; તાણું છું... મતિ તાય માયિક પ્રતિ, માટે નિધા રાખશે; ટાણુ પ્રાપ્ત કર્યું અટાણું ગણુ ત્યાં, દાતા ? દયા દાખશે. ૧ વાધી છે ઉરમાં મહા વિષલતા, હું નાથ ? તે કાપજો; વ્યાધિ છે અતિ આકરી થઈ દવા, વ્હાલા ? હવે વ્યાપજો; ખાધી છે ઘણી ખાટ ચેટ કને, પાછી મતા સ્થાપજો; સાધી ક્ષુદ્ર પદાર્થમાં અતિ મતિ, સાચી મતિ આપો. દેવી છે પ્રભુ ? લક્ષ્મીજી તુજ તણી, તે મ્હેં ગણી મ્હારી છે; દેવી છે તનુ એક દિન પણ તે, જાણી ન મ્હે હારી છે; એવી છે મતિ નીચ મા વળતી, ત્હારી ન જ્યાં સ્વારી છે; દે વિશ્વે નર જન્મની સફળતા, દેવા મહાદાની છે.
વ્હારા છે ગુણ પ્રાઢ પાર ન મળે, મ્હારા ગુણા અલ્પ છે; તારા છે નભ માંહિ તેથી જીવવું, મ્હારે ઘણા કલ્પ છે; ક્યારા છે દુ:ખના ભર્યા પણ તિહાં, મ્હારી જવા તલ્પ છે; સારાસાર વિચાર હીન મનને, કયારે કશી જલ્પ છે? જાતા ના જગનાથ ? મન્દ મતિ છે, એવા હુને જાણીને; પાતા ના વિષ વારૂણી કૃપણુતા, મ્હારા લીધે આણીને; થાતા ના ડેિ દૂર બ્રહ્મ ? ન ઘટે, તારા હુને પ્રાણીને; વ્હાતા ના જગબાપુ ? રમ્ય મુરલી, એકાન્તમાં તાણીને. ૫
For Private And Personal Use Only