________________
૨૧ વાગૂ-ખીચડી લખી છે. ભાતને ઓસાવીને અને ગરમ ગરમ ખાવાને લખે છે. આ સંહિતામાં અધ્યાયોનાં મથાળાં સાવ જુદાં જ લખ્યાં છે. આખું વૈદું છ રસો અને તેના ૬૩ ભેદ ઉપર જ રચાયું છે તે ખિલ વિભાગમાં સુંદર બતાવ્યું છે. ટૂંકમાં આ સંહિતા પણ આયુર્વેદશાસ્ત્રમાં એક અનોખી જ ભાત પાડે છે અને વિદ્યો તેમ જ આમ જનતાને તથા બાળ વૈદ્યોને માટે આશીર્વાદ સમાન છે.
નેપાલના રાજગુરુ પંડિત હેમરાજ શર્માને ૨૪૩ પાનાને ઉપોદઘાત આ કાશ્યપ સંહિતા વિશે તેમ જ આયુર્વેદના ઈતિહાસ વિશે અને મારીચકશ્યપ તથા વૃદ્ધજીવક વિષે પૂરતી માહિતી આપે છે, પરંતુ ચરક વગેરે વૈદ્યોના ઈતિહાસ સંબંધમાં “આ પણ હોય કે પિલું પણ હોય તેવું સંશયાત્મક વલણ દ્વિધા ઉત્પન્ન કરે છે. આ બધા વિઘો થઈ ગયેલા જ છે, પણ તે વિષે કોઈ નિશ્ચિત કાળ મળતો નથી. તેમને સમય બ્રિટિશ અમલમાં પણ બરાબર નોંધાયેલો નથી.
શરૂઆતમાં ઉઘાતમાં પાન ૧૪ ઉપર અથર્વવેદના મંત્રો દ્વારા આયુર્વેદનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, “વનસ્પતિઓનો અને પર્વતનો વાયુ આરોગ્યનું સાધન છે.” એ ઉપરથી હિલસ્ટેશન ઉપરનું પર્યટન યોગ્ય છે તેમ સાબિત થાય છે. આમાં આયુર્વેદની મહત્તાની કેટલીક વિશેષ માહિતી ઐતિહાસિક રીતે રસપ્રદ છે.
વનૌષધિના રૂઢ થઈ ગયેલા ઉપયોગ બીજી રીતે પણ આલેખ્યા છે. પાન ૧૫ ઉપર વાયવરણે ક્ષય મટાડે છે. સાધારણ રીતે તે અન્દ મટાડનારો છે અને તે જ પાના ઉપર વિદ્રધિ વગેરે રોગમાં “ચીપક્” નામની ઔષધિનો ઉપયોગ કરવાનું લખ્યું છે, તેમાં એ વનસ્પતિ અંગે સંશોધન થવું જરૂરી છે.
“સતું સાહિત્ય વર્ધક”ના દક્ષ સંચાલકોએ આયુર્વેદને લોકભોગ્ય બનાવવામાં કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. તેમાં ગુજરાતી જનતાને માટે કાશ્યપ સંહિતા જેવા બૃહદ ગ્રંથનું આ ભાષાંતર પ્રકાશિત કરી ખરેખર સાચી સેવા કરી છે.
તા. ૩૦-૧-'૭૦ સંજીવની હોસ્પિટલ, અમદાવાદ-૭ )
રાજવૈદ્ય રસિકલાલ પરીખ :