Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્ર. ૯, કર્મ વિપાકને કેવી રીતે કહીશ ? ઉ. : કર્મના વિપાકને ટૂંકાણથી જણાવીશ. પ્ર. ૧૦. ટૂંકાણથી શા માટે જણાવીશ ? ઉ. : દુષમ કાળના પ્રભાવે જીવોની બુદ્ધિ, આયુષ્ય, બળ, વગેરે ક્ષીણ થયેલું હોય છે. અને વિસ્તારથી કહેવાથી તેમના પર ઉપકાર ન થાય અને આ ગ્રંથનો પ્રયાસ આ કાળના જીવોના ઉપકાર માટે છે, તેથી ટૂંકાણમાં જણાવીશ. પ્ર. ૧૧. કર્મ કોને કહેવાય ? ઉ. : અંજનચૂર્ણથી પૂર્ણ ભરેલ ડાભડાની જેમ લોકને વિષે રહેલી કામણ વર્ગણાંઓનાં પુલોને દૂધ અને પાણીની જેમ અથવા લોહ (લોખંડ) અને અગ્નિની જેમ જીવ દ્વારા હેતુઓ વડે આત્માની સાથે એકમેક કરાય છે. તે કર્મ કહેવાય છે. પ્ર. ૧૨. હેતુઓ કેટલા પ્રકારના છે? કયા કયા? 6. હેતુઓ એટલે કર્મબંધના કારણો અનેક પ્રકારનાં છે. તેમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ. પ્ર. ૧૩. જીવ કોને કહેવાય ? ઉં.: પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. પ્રાણો દશ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિય, આયુષ્ય, ૩ બલ અને શ્વાસોચ્છવાસ. જે મિથ્યાત્વાદિ કલુષિત ભાવ વડે કરીને શાતા આદિ કર્મનો કર્યા છે. તેના ફળનો ભોક્તા છે. અને નરકાદિ ચારે ગતિને વિષે કર્મના વિપાક મુજબ ફરનાર છે. તથા સમ્યગ્રદર્શન, જ્ઞાન, અને ચારિત્ર રૂપ રત્નત્રયીના અભ્યાસથી વિશુદ્ધ અધ્યવસાય વડે કર્મનો નાશ કરનાર છે. તે જીવ સત્વ પ્રાણી અને આત્મા વગેરે નામોથી ઓળખાય છે. પ્ર. ૧૪. તે કર્મ રૂપી છે કે અરૂપી ? ઉ. એ કર્મો રૂપી એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય છે. પ્ર. ૧૫. કર્મરૂપી છે અને આત્મા અરૂપી છે તો અરૂપી એવા આત્માને રૂપી કર્મનો સંયોગ કેવી રીતે થાય ? ઉ. વ્યવહારમાં જેમ કોઈ માણસે મદિરા પીધેલી હોય તો તેની બુદ્ધિને અસર કરે છે. અને જેમ કોઈ માણસે બ્રાહ્મી ખાધેલી હોય તેના સારા પરિણામ રૂપ મતિનો ક્ષયોપશમ ભાવ પેદા થવા રૂપ અસર કરે છે. તેમ કમરૂપી હોવા છતાં અરૂપી એવા આત્માને પણ અસર કરે છે. પ્ર. ૧૬. કર્મ અરૂપી માનીએ તો શું વાંધો આવે ? ઉ. કર્મને અરૂપી માનીએ તો જેમ આકાશ અરૂપી છે. તેનાથી જીવને ઉપઘાત તથા ઉપકાર (અનુગ્રહ) થતો નથી તેમ કર્મથી પણ જીવને ઉપઘાત કે Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 172