________________
7 માબા
1 પૂ.પંવ્યાસજી મહારાજશ્રી ચણવિજ્યજી ગણિવ૨.
- કલ્યાણ ' માટે શાસ્રોય રોકીયે પ્રશ્નાત્તર વિભાગ પૂ. પન્યાસજી મહારાજશ્રી સંભાળી રહ્યા છે. · કલ્યાણ ' પ્રત્યે તેઓશ્રીની એ કૃપા છે. ગભીર માંદગીમાં અને અસ્વસ્થ શારીરિક પ્રકૃતિમાં પણ પરિશ્રમ લઇ તેઓશ્રી આ વિભાગને ઉપયાગી સાહિત્ય પૂરૂં પાડી રહ્યા છે, સર્વાંકાઇ શુભેચ્છકો ' કલ્યાણ' પર પેાતાની શંકાએ મોકલીને સમાધાન મેળવવા જરૂર શકય કરે! અમારૂં એ માટે સાદર આમંત્રણ છે,
૧: પ્રશ્નકાર-પ્રતાપરાય એન. સ`ઘવી. શ′૦ : કૃષ્ણ વાસુદેવે એકાદશી આરાધી છે તે શું તેઓને દેશવિરતિ–ગુણુઠાણું સ્પેસ્યુ” હશે ? સ૦ : વાસુદેવે નિયાણું કરીને વાસુદેવપણુ પામ્યા હોઇ વિરતિ પામતા નથી.
શ' : હિંદુએ, વેદો અને પુરાણા વગેરેના આધારે ધર્મને માને છે; તે આપણે કયા આધારે ધને આરાધીએ છીએ.
સ : જૈન શાસન સવ નથી-કેવલીભગવાથી શરૂ થયેલ છે. સનવીતરાગ તીર્થંકર દેવા એ “ઉપન્નેઇવા” “વિગમેઇવા” વેવા” ત્રિપદીની પ્રરૂપણા કરી, તેને આધાર પામી મહા બુદ્ધિના નિધાન ગણધર દેવાએ શ્રી દ્વાદશાંગીની રચના કરી આચારાંગાદિ ખાર સૂત્રેા રચ્યા. જેમાં આખા જગતની કોઇપણ વસ્તુનુ વન આવી જાય છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ, ચાર ગતિ, છ કાય વગેરે દ્રવ્ય-ગુણ-પર્યાય-વસ્તુમાત્ર અનંત ધર્માંત્મક છે. આવી બાબતે ખૂબ વિસ્તારથી બતાવી છે.
આ દાદશાંગીની જ કેટલીક વાતા-ઉપાંગો વગેરે સુત્રામાં તેમના પછીના ચૌદપૂર્વી અને દશપૂર્વી આચાર્યાંએ લખી છે.
તેની પણ વધારે સ્પષ્ટતા સમજાવવા માટે તે જ સૂત્રોના આધારે નિયુક્તિ-ચુ-ભાષ્ય અને ટીકાઓ ઉત્તરશત્તર બનવા પામ્યા છે. આ બધા રચનાકારો ઘણા બુદ્ધિશાલી ભવભીરૂ અનુભવ. જ્ઞાનના ભંડાર હતા. ઉસૂત્ર પ્રરૂપણાથી ડરનારા હતા ત્યાર પછી પણ પૂ. આ. શ્રી સિદ્ધસેનવિાકરસુરિજી, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. શ્રી
મલયગિરિસૂરિજી, પૂ. શ્રી અભયદેવસૂરિજી, કલિકાલ સન પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરજી, પૂ. દેવચંદ્રસૂરિજી, પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી, પૂ. મલધારી હેમચંદ્રસૂરિજી, પૂ. ઉપા. યશેાવિજયજી ગણિવરાદિ અનેક વિદ્વાને દ્વારા રચાએલ દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ, ધ કથાનુયાગમય હજારોની સખ્યામાં ગ્રન્થરતા બન્યા છે, જેમાંથી ધણા નાશ પામવા છતાં પણ હજી તે પણ ખપી શ્રદ્ધાળુ આત્મા વાંચીને ઘણી સારી આરાધના કરી શકે છે.
શં॰ ઃ સગમદેવ ભવ્ય છે કે અભવ્ય છે ? સ : ભગવાન શ્રી મહાવીરદેવને ધાર ઉપસ કરનાર સંગમનામા પહેલા દેવલાકના દેવ અભવ્ય છે. શ'૦ : ગાર્મ કાચા અભવ્ય કહેવાય છે. તે। આવા આત્માને ગુરુઓએ આચાય પદવી કેમ આપી હશે ?
સ૦ : સર્વાંનું કેવલિભગવ ંતા સિવાયના ચૌદપૂર્વધર પણ ભૂલે નહિ એવું ચેકસ નથી. સંપૂ ચૌદપૂર્વધર ભગવાન ગૌતમસ્વામી જેવા પશુ ભૂલ્યાના વર્ણન છે,
ઉદાયીરાજાને પૌષધમાં મારી નાખનાર વિનેયરત્ન પણ અભવ્ય હતા. બાર વર્ષ સુધી ઉપધિમાં છરી રાખી રહેલ. આ સમયમાં પૂર્વધર જરૂર હોવા સંભવ છે, છતાં વિનેયરત્નને ઓળખી શકવા નહી તેનું કારણુ સંપૂર્ણ જ્ઞાનના અભાવ સમજવો. વિશિષ્ટ જ્ઞાનીએ જ્ઞાનના બળથી જાણી શકે તેવી બાબતે પણ ઉપયોગના અભાવે રહી જાય.
શ′૦ : સામાયિક, પ્રતિક્રમણ, પૌષધમાં કાષ્ઠ પક્ષિ દ્વારા લીલું ધાસ ઉપર પડે તો પ્રાયશ્ચિત લાગે ?