________________
OOOOOOOOOOOOO ।। ૐ હ્રીં શ્રી શખેશ્વર પાર્શ્વનાથ નમઃ ।
દેશ અને દુનિચા
દેશ તથા દુનિયાના પ્રશ્નનાની તથા વભાન પ્રવાહેોની આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારણ કરવા પૂર્યાંક ભાન આપવાના તથા સાંસ્કૃતિક દૃષ્ટિકોણ દર્શાવવાના જ એક આશયથી આ વિભાગમાં તે તે હકીકતાને નિર્દેશ કરવામાં આવે છે, સચેષ્ટ શૈલીયે યથાર્થ રીતે વર્તીમાન પ્રવાહેાની અહિં સમીક્ષા પ્રસિદ્ધ થઇ રહી છે. સકાઇ વાચા રસપૂર્વક વાંચે તથા વિચારે !
ło☺☺☺☺☺☺☺☺☺☺☺odot
ભારતમાં આજે ચામેર સત્તાની સાઠમારી ઉઘાડે છેાગે ચાલી રહી છે. કોંગ્રેસના પ્રધાન મડળાવાલા એક એક પ્રાંતમાં આજે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ઠેઠ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવલ સત્તાની કારમી ભૂતાવલના ચાળા જ જણાઈ આવે છે. પરાણે ખુશીપર ચીટકાઇ રહેવા માટે કેટ-કેટલા કાવાદાવા આજે પ્રાંતે-પ્રાંતે પ્રદેશે-પ્રદેશે થઇ રહ્યાના અહેવાલે બહાર પડી રહ્યા છે. આ કરતાં રાજા-રજવાડા સ। દરજ્જે સારા હતા, જ્યારે દબાણ થયું, ને લાગ્યું કે હવે સત્તાપર ચીટકાઇ રહેવામાં કશા લાભ નથી, કે તરત જ ૭૦-૭૦ પેઢીથી તાંબાના પતરે લખાઇને આવેલા રાજપાટ ને ગાદી વિજળીની સ્વીચ દામે ને લાઇટ અંધ થાય તેમ બધુ એકી સાથે છેાડી દીધું, આજે પંદર-પંદર વર્ષથી કે દશ-દશ વર્ષોંથી પ્રધાનપદાની ખુરશીપર રહેલાઓને ખુરશી કઈ રીતે છે।ડવી નથી, એ કેટ-કેટલી વિષમતા ! ગુજરાતના પ્રધાનમંડળ સામે ગુજરાત કોંગ્રેસને ગજગ્રાહ ચાલી જ રહ્યો છે. કેરળ કાંગ્રેસને કેરળના પ્રધાનમંડળ વચ્ચે વિખવાદ ઉગ્ર કાટિમાં મૂકાઈ રહ્યો છે, ઉત્તરપ્રદેશમાં પણ ગુપ્તાના પ્રધાનમડળમાં વિખવાદ ને વેર-ઝેર ફેલાઈ ચૂકયા છે. પંજાબ,મધ્યપ્રદેશ કે મધ્યભારત, કાશ્મીર આરિસા, બિહાર કે આસામ; કોઇ પ્રદેશ આજે સત્તાની સાઠમારીથી બકાત નથી. સત્તા એ એવી
માહક વસ્તુ છે કે, સારા-સારા માણુસેને તે વિકૃત કરી મૂકે છે, મધ્યસ્થ સરકારના પ્રધાનેમાં પણ સત્તાની ભૂખ વધતી જ રહી છે. ૫. જવાહરલાલજીનું ધાયું કાંઇ થતું નથી. દેખીતા ગોટાળા, કાવાદાવા, લાગવગશાહી, ઇત્યાદિ, અનિષ્ટો આજે કેદ્રસરકારથી માંડીને પ્રત્યેક પ્રદેશમાં અને અધિકારીવગ માં, કે પ્રધાનમંડળમાં ઘૂસી ગયા છે, તેની સામે કેમ આજે જોઇએ તેવા ઉડાપાડ કે ખળભળાટ થતા નથી. ખરીવાત એ છે કે, સ્વા થની પ્રધાનતા આજે રાજકારણમાં એટલી બધી ઘૂસી ગઈ છે, કે સૌને પાત-પેાતાના સ્વાર્થ સિવાય કાંઇ પડી જ નથી.
માટે જ પરાપકાર, પરમાથ ભાવ કે સાચા સેવાભાવ આવ્યા વિના સત્તાપર રહેલા એ કર્દિ કાઇનું પણ ભલુ કરી શકવાના નથી, એ હકીક્ત તદ્દન દ્વિવા જેવી સ્પષ્ટ છે. લાખ્ખાક્રોડાના આજે ખર્ચાઓ થાય છે, પ્રજાના પરસેવાની, પાઇ–પાઈ કરીને ભેગી કરેલ કમાણી દેશના કલ્યાણના નામે આજે તદ્ન એ પરવાઈથી ખરચાઈ રહી છે કે, જ્યાં ૪ રૂા. ની જરૂર હોય ત્યાં ૪૦. રૂા. ખાતા હોય છે. આજ કારણે ભારતમાં અધ્યાત્મવાદની સસ્કૃતિને જાગ્રત કરવી પડશે. આત્મા તથા પરમાત્માની વાર્તામાં લેકને રસ લેતા કરવા પડશે. ઇહુલાક તથા પરલાક પ્રત્યે શ્રધ્ધા વિકસે તેવું શિક્ષણ, તેવા સ ંસ્કારો ભારતમાં પ્રચારવા