Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 150
________________ ૫૧૪ : ક્ષમાથી જ શમે વરઃ આ અનુમાન બરાબર છે. મહારાજાની અંગત પરિચારિકા ચિત્રા વારવાર આપના આવાસમાં જે ભેટા, પુષ્પા, વસ્ત્રા, અલકારા લાવી રહી છે, ને મહારાજાના સંદેશાઓ જે રીતે તે આપને અગતરીતે આપી રહી છે, તે બધું ઠીક તે। થતું નથી. એમ મને પણ ધણા દિવસોથી લાગ્યા કરે છે, પિતૃતુલ્ય મહારાજાને આ બધું છાજતું નથી. આપની મૂંઝવણ હું સમજી શકું છું, આપ જેવા મહાપવિત્ર સ્ત્રીરત્નને જરૂર મહારાજાનું આવુ વન મૂંઝવે તે બરાબર છે. આ પ્રસંગ ગભીર તથા જરૂર કટાકટી ઉત્પન્ન કરે તેવા છે. છતાં દેવી ! આને અંગે આપ અન્ય કરશે! નહિ. મહારાજા ગમે તેમ જરૂર તે પોતાની ભૂલ સમજીને પાછા હઠી જશે. માટે આપ કોઈ અનુભવતા નહિ. કશી જ ચિંતા સમજુ છે, આ કાર્યથી વાતે મૂંઝવણ કડક મદનરેખા : હા, મને પણ એમ જ લાગે છે, જરૂર વડિલસ્થાને રહેલા તે સમજી જશે. પોતાની મર્યાદાને લક્ષ્યમાં રાખી તે તેમનાં વિકારાને ડહાપણુપૂર્ણાંક શમાવી દેશે, અને આ અકાર્યથી અવશ્ય પાછા વળી જશે. મને એ વિષે શ્રદ્ધા છે. છતાં આજે મે ચિત્રાને ખૂબ જ બનીને એ શબ્દો કઠોર ભાષામાં સાંભળાવેલ છે, તે મહારાજાએ મારા માટે મેલેલા આ હારને પણ મેં ફેંકી દીધા છે. ચિત્રા દ્વારા મહારાજા મારી ભાવનાને જાણીને જરૂર માર્ગ પર આવી જશે. એટલે તારે આ વાત રાજભવનમાં કોઇને જણાવવાની જરૂર નથી. ખુદ મારા સ્વામીને-યુવરાજશ્રીને ષણ નહિ, નિરક બન્ને ભાઇઓમાં ફ્લેશ તથા અપ્રીતિ આ નિમિત્તે જન્મે એવુ આપણે શું કામ કરવુ ? ઉશી : મહાદેવી ! આપની વાત બરાબર છે. મહારાજા અંગેની આ વાત હું કાઇને કરીશ નહિ. પણ આપ હૈયે ઉદાસીનતા તથા મૂંઝવણુ મૂકી પ્રસન્ન ચિરો રહેજો. પ્રસંગ : ૨જો : મહારાજા મણિરથ : યુવરાજ યુગબાહુની પત્ની મદનરેખા. સ્થલ : મદનરેખાનેા આવાસ; સમય : સંધ્યાકાલ, (મદનરેખા અત્યારે પોતાન આવાસમાં એકલા છે. દાસી, પરિચારિકાએ કે ભવનનુ કોઈપણુ માણસ ત્યાં હાજર નથી. ઘણા દિવસથી જે તકની મણિરથ રાજા રાહ જોઇ રહેલ છે, તે તક હાથમાં આવતાં હર્ષોંધેલા મહારાજા એકાંતમાં બેઠેલા મદનરેખાની નજીકમાં જવા આવાસમાં પગ મૂકે છે.) મહારાજા મણિરથ : (સ્વગત) એ હા ! સારૂં થયું હું સમયસર આવી પહેાંચ્યા : ઠીક થયું અત્યારે અહિં અમારા એ સિવાય ત્રીજું કાઈ નથી, ચિત્રાએ બરાબર તપાસ કરીને મને સમય જણાવ્યા. અહા કેવી સુંદર એની કાયા છે? કેવુ સુદર એનું મુખ કમલ છે! જરૂર આજે હું એના પર માશું પ્રભાવ પાડીશ જ. ગમે તે રીતે તેને હું મારી કર્યાં વિના નહિ રહું! સ્ત્રીની બુદ્ધિ કેટલી ? . એની તાકાત કેટલી ? મારૂ એશ્વર્યાં, મારી સમૃદ્ધિ, મારા વૈભવ એનાં ચરણે ધરીશ, જરૂર એ મને વશ થઇ જ જવાની, મારા સમગ્ર અંત:પુરની મહારાણીના પદે એને હુ' સ્થાપીશ. એની તાકાત નથી કે એ મને ના પાડે. મહારાજા (આ વિચાર તર ંગામાં અટવાતા મણિરથને આમ અચાનક એકાંતમાં પોતાના આવાસખંડમાં પગ મૂકતા જોઈ મદનરેખા પ્રારભમાં કાંઇક સંક્ષોભ પામે છે. તરત જ જાતને સંભાળી સત્વશાલી મદનરેખા અડગતા તથા ધૈ - પૂર્ણાંક મહારાજાને કહે છે.) મદનરેખા : (પ્રગટપણે) પધારો મહારાજા પધારશે ! આપ અત્યારે આવા એકાંતમાં અહિં મારા આવાસમાં કયાંથી? આ રીતે પુત્રીનુષ્ય મારા આવાસમાં આમ અચાનક આવવુ આપને શાબે ખરૂ? આપ તે ન્યાયપરાયણું, સદાચારપ્રિય મર્યાદાશીલ મહારાજા છે : પ્રજાપાલક તથા પ્રજાના પિતા છે : આપ આમ માઁદા તથા માળેા ત્યજી દા તે આપના માટે કાષ્ઠ રીતે ઉચિત નથી.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186