Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રગતિના પંથે પાંચ પગથીઆં -. શ્રી શાંતિલાલ મણિલાલ શાહ : સહુકોઇ મતિસુયા માર્ગે પોતાની પ્રગતિને માટે મથી રહ્યા હોય છે, પેાતાને જે જે નિયમ અને અનુષ્કાનાથી પ્રગતિ થઈ રહેવી અનુભવાતી ડાય તે તે દ્રઢતાથી સેવતા રહેવું જોઇએ, કિન્તુ ઘણાએ વ્રત-નિયમરૂપ ગિરિવર ઉપર સહેલાઇથી ચઢી શકતા નથી, અને ચઢેલાઆમાંથી કેટલાક લપસી કે ગબડી પણ જાય છે, પણ તેને દ્રઢતાથી વળગી રહી આત્મતિના શીખર ઉપર ચઢનારા વિરલા જ હાય છે. અત્રે સાવ સહેલા લાગે એવા અને મહાન લાભ થાય તેવા પાંચ નિયમ દર્શાવ્યા છે, તે અચુક રીતિએ આરાધવાથી આત્માનુ અપૂર્વ સત્ય ખીલી ઉડશે અને જીવનમાં વિશેષ કાંઇ આરાધના નહિં કરનારને પણ જીવન સાફલ્યના સતષ અનુભવાશે. (૧) હંમેશાં દિવસમાં ત્રણવાર સવારઅપેાર-સાંજ ઈષ્ટદેવ શ્રી અરિહંત પરમાત્માનાં ભાવથી દર્શન કરવાં, એ પ્રથમ નિયમ, ૨. રાજ એાછામાં એછે. એક કલાક સદગુરૂની ઉપાસના-સુષા અથવા ઉપદેશનુ શ્રવણ કરવું, ઉત્તમ મહાત્માએના સત્સંગથી જીવનમાંથી પાપ અને પાપવિચારેના તાપ દૂર ભાગી જાય છે, અને આત્મા શીતલતા અનુભવે છે, એક કવિએ કહ્યું છે કે:-- “ જગતમાં ચંદન શીતલ છે, અને ચંદનથી ચંદ્રમા શીતલ છે, પણ ચંદન અને ચંદ્રથીએ સાધુના સ‘ગમ શીતલ છે. (૩) વિશુદ્ધ અને સ્થિર મનથી હંમેશાં શ્રી પંચ પરમેષ્ઠિ મહામત્રને ૧૦૮ વાર જાપ કરવા ( એટલે કે, એકાગ્ર મને રાજ એક ખાંધી નવકારવાલી ગણવી ) શ્રી નવકાર મંત્રને પ્રભાવ કાઇથી વર્ણવી શકાય તેમ નથી, તે તે કેવળ અનુભવી શકાય તેવા જ છે, સાધ કને તેના પ્રભાવની પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. (૪) અલ્પ પ્રયાસે અતિ મહાન લાભ આપનાર એક અદ્ભૂત નિયમ ‘મુફુસી પચ્ચકખાણ’ છે, “ જ્યારે જ્યારે કાંઇ પણ ખાવાની જરૂર પડે ત્યારે ત્યારે મુઠ્ઠી વાળી નવકારમંત્ર ગણી પછી ખાવુ કે પીવુ, અને ત્યારબાદ તન્તજ બે હાથ જોડી ફરી પચ્ચકખાણુ ધારી લેવું.” આ નિયમને અચૂક રીતે પાળનાર આખા જીવનના માટે ભાગ તપામય અને વિરતિયુક્ત બનાવી ટ્રે છે, જેમ નાનકડા અકુશથી મોટા મઢમત ગજરાજ વશ કરાય છે, તેમ આ સહેલામાં સડેલા નાનકડા પચ્ચકખાણથી અપ્રત્યાખ્યાનરૂપી મેાટા હાથી વશ કરાય છે, અને ગમે તે પળે અણુધાયુ મૃત્યુ આવી લાગે તે પણ ચારે પ્રકારના આહારના પ્રત્યાખ્યાનપૂર્વક જ સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. (૫) પાંચમા નિયમ સહવે તે છેજ પણ ચીવટથી સાધ્ય છે. તે ખાવા-પીવામાં લીધેલા વાસણાની શુદ્ધિ અંગેના અને કક્ મલ-મૂત્રાદિનો ત્યાગ સંબધના છે. થાળી ધોઇ પીવાથી એક આયલના લાભ થાય છે, આપણે ખાવામાં કે પીવામાં કોઇ વાસણુપાત્રને ઉપયોગ કરીએ તેને લૂછીને એવુ સાક્ કરી મૂકવુ જોઇએ, કે તેમાં એઠા અન્નપાણીના અંશ પણ રહેવા પામે નહિ, ખૂમ ચીવટથી આ નિયમ પાળનાર સજ્યાંત

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98