Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ ટાંકતા જ હતા. આ પુસ્તકમાં આપ આ જોઈ શકો છો. (૨) બીજી વાત એ છે કે એક વાર વાંચીને આ પુસ્તકને છોડી નહિ દેતા. આ પુસ્તક એક જ વાર વાંચવા જેવું નથી, વારંવાર વંચાશે તો જ પૂજયશ્રીની વાતો અંત:કરણમાં ભાવિત બનશે. (૩) એક વ્યક્તિ વાંચે અને બીજા બધા સાંભળે એવું પણ કરી શકાય. કેટલીક જગ્યાએ એવું થાય પણ છે. આવા પ્રકાશનોના મુખ્ય પ્રેરક પૂજ્યશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા., વિદ્વદ્વર્ય પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી, પ્રવક્તા પૂ.પં.શ્રી કીર્તિચન્દ્રવિજયજી, આદિને અમે વંદનપૂર્વક યાદ કરીએ છીએ. ગણિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી, ગણિશ્રી તીર્થભદ્રવિજયજી, ગણિશ્રી વિમલપ્રવિજયજી, મુનિશ્રી કુમુદચન્દ્રવિજયજી , મુનિશ્રી કીર્તિરત્નવિજયજી, મુનિશ્રી હેમચન્દ્રવિજયજી, મુનિશ્રી આનંદવર્ધનવિજયજી, મુનિશ્રી તત્ત્વવર્ધનવિજયજી, મુનિશ્રી અનંતયશવિજયજી, મુનિશ્રી અમિતયશવિજયજી, મુનિશ્રી આત્મદર્શનવિજયજી, મુનિશ્રી તત્ત્વદર્શનવિજયજી, મુનિશ્રી અજિતશેખરવિજયજી આદિને પણ અમે યાદ કરીએ છીએ. અંતે, આવી દિવ્ય વાણીની વૃષ્ટિ કરનાર પૂજ્યશ્રીના દિવંગત આત્માને અમે વંદન કરીએ છીએ. શંખેશ્વરમાં પૂજ્યશ્રીને યાદ કરતાં જે પંક્તિઓ સહજપણે નીકળી તે પ્રસ્તુત કરીએ છીએ : . नमस्तुभ्यं कलापूर्ण ! मग्नाय परमात्मनि । त्वयात्र दुःषमाकाले भक्तिगंगावतारिता ॥ પરમાત્મામાં લીન ઓ પૂજ્ય કલાપૂર્ણસૂરિજી ! આપે આ દુ:ષમા કાળમાં ભક્તિગંગાનું અવતરણ કરાવ્યું છે. આપને અમે નમસ્કાર કરીએ છીએ. વિ.સં. ૨૦૫૮, વૈ.વ. ૧૭ - પં. મુક્તિચન્દ્રવિજય ૨૭-૫-૨૦૦૨, સોમવાર - ગણિ મુનિચન્દ્રવિજય (પૂ.આ. ભ. તથા પૂ. બા મહારાજના નયા અંજાર, જૈન ઉપાશ્રય સંયમ-જીવનની અનુમોદનાર્થે થયેલા કચ્છ જિન-ભક્તિ-મહોત્સવનો બીજો દિવસ)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 708