Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
-- શ્રી પચ્છેગામ–પ્રશસ્તિ –
શ્રી સિધ્ધાચળ ગિરિરાજની જૂની તળાટી જ્યાં હતી તે વલભીપુર નજીક, ઘેલા નદીના કાંઠે, ગોહિલ દરબારના મુખ્ય વસવાટવાળું, કાઠી યુગના પુરાતન કેઠાને મધ્ય ભાગમાં સાચવીને મલપતું, ભાલ પ્રદેશની ભાગોળ ગણાતું અને આઝ-વૃના વિશાળ વન-ખંડથી શોભિત, એવું પુછેગામ સૌરાષ્ટ્ર દેશના ગોહિલવાડ વિભાગમાં આવેલ છે. જે ભૂમિના ધૂળના રજકણો, પાણી, હવા વિગેરે પવિત્ર, પિષક અને આરોગ્યપ્રદ હોવાથી, અને સીમ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં વિવિધ વન-ઔષધિઓ ઊગતી હોવાથી, પર છેગામ પ્રથમથી જ મુદ્રક-મશહૂર વૈદનું મથક હતું. આયુર્વેદ અને અન્ય વૈદક શાસ્ત્રોના પેઢી પરંપરાગત અભ્યાસ અને અનુભવથી, પચ્છેગામમાં વસતા પ્રશ્નોરા નાગર બ્રાહ્મણભાઈઓ વૈદક વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા. દર્દોથી પૂરા ઘેરાયેલા અનેક દર્દીઓ દેશ દેશાવરથી પચ્છેગામ આવતાં હતાં અને વૈદકીય ચિકિત્સા મેળવીને, સાજ બનીને નવજીવન પામતાં હતાં. શ્રી નાગરદાસ વૈદ્ય પુછેગામના છેલા ખ્યાતનામ વૈદ હતા. શ્રી નાગરદાસ વૈદના વૈદક સંબંધી જ્ઞાન, નિદાન અને ઉપચાર માટે, શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ સૂરીશ્વર મહારાજે ખૂબ ઊંચો અભિપ્રાય આપેલો છે, પ્રશ્નોરા નાગરભાઈ એ સંસ્કૃત ભાષાના સારા અભ્યાસી હોવાથી, વૈદરાજની બેલાવાયેલી બેઠકમાં, સંસ્કૃત ભાષામાં લખાયેલા વૈદક-સૂત્રોની સંસ્કૃત ધારાઓ વહેતી હોવાથી, પૂજ્ય શાસન-સમ્રાટ સૂરીશ્વરજી પર ગામને કાઠિયાવાડનું કાશી-ક્ષેત્ર કહેતા હતા. આ સમયે બધી કામની સરેરાશ વસ્તી ઠીક પ્રમાણમાં હતી. જેનભાઈના ૫૦ ઘર હતાં. બધાં ધર્મ-પ્રેમી હતાં અને ખૂબ ઉજમાળ રીતે સાધુભક્તિ અને ધર્મ આરાધન કરતાં હતાં.
વૈદેના મશહૂર મથક પચ્છેગામમાં હાલ કેઈ વૈદરાજ નથી. શેઠ વનમાળીદાસ ગોરધનદાસે અર્પણ કરેલ મકાનમાં સરકાર સંચાલિત આયુર્વેદિક દવાખાનું ચાલે છે. પચ્છેગામ નાનું ગામ હોવા છતાં, વિવિધ મંદિરથી મંડિત ધર્મધામ છે.
જ્યાં બે જિનમંદિર, એક શિવમંદિર (ભૂતનાથ-મંદિર) એક મોરલીધર-મંદિર, એક સ્વામી નારાયણ મંદિર, એક ખોડીયાર મંદિર, એક ભવાની મંદિર, એક ખોજાખાનું, વનપ્રદેશમાં સંન્યાસી શ્રી શીતળગરજીનું સમાધિમંદિર અને શિવ-મંદિર છે. નવ-દુર્ગામાતાનું નવું મંદિર ગામના ભાગેળની શોભા બની રહેલું છે. આ રીતે બધી કમેના ઈષ્ટ દેવના મંદિરોથી મંડિત પડેગામમાં દરેક કોમના લોકો પોતાના ઈષ્ટ દેવના દર્શન-સ્મરણ કરી રહેલા છે. અને પ્રાપ્ત જ્ઞાન અનુસાર પ્રાપ્ત-ધર્મનું યથારાક્ય ધર્માચરણ આચરી રહ્યા છે.
નયનરમ્ય બે જિન-મંદિર અમદાવાદથી નીકળેલ શ્રી હઠીસીંગ શેઠના શ્રી સિદ્ધગિરિ યાત્રા સંઘને મુકામ પર છેગામ થતાં તેઓની સદપ્રેરણા અને ચગ્ય સહકારે મૂળનાયક શ્રી ઘર્મનાથ ભગવાનના દેરાસરનું નિર્માણ થયેલું છે. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીનું શિલારોપણ સં-૧૯૦૫માં થયેલું છે. શ્રીધર્મનાથ ભગવાનના દેરાસરમાં પહેલી બિંબ –પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૨૩ ના ચૈત્ર વદી–૭ શુક્રવારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org