Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૭ નામ સ્થાપના-દ્રવ્ય અને ભાવ અરિહંત ભગવંતના એ ચારે નિક્ષેપ ઉપાસનીય છે.
કનિક્ષેપ-નિક્ષેપાના-પ્રકાર દ્વારા નિપજતી વ્યવસ્થા ૧ અરિંહત નામ-નિક્ષેપ શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતના પવિત્ર નામે
અથવાતો અરિહંત ભગવંતના જિન વીતરાગ-તીર્થકર આદિ ગુણવાચક પર્યાય નામે ૨ અરિહંત સ્થાપના નિક્ષેપ-અરિહંત ભગવંતની સદભાવ અને અભાવ સ્થાપના. જિન
પ્રતિમાઓ વગેરે – ૩ અરિહંત દ્રવ્ય-નિક્ષેપ-અતિતકાળે થઈ ગએલા અરિહંત ભગવંતે તથા ભાવિ કાળે અરિહંત
પદ પામનાર જિન છે. ૪ અરિહંત ભાવ નિક્ષેપ-આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય સહિત બાર ગુણે અલંકૃત, સમવસરણદિ સમૃધિધારક વિદ્યમાન ( વિહરમાન) ભગવંત સંપ્રતિકાળે મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રી સીમંધર સ્વામી અદિ ૨૦ વિહરમાન ભગવંતે છે તે ભાવ અરિહંત પણે વિચરે છે.
એ રીતે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રને આશ્રયી અરિહંત ભગવંતના ચારે નિક્ષેપની ઉપાસના આત્માને પવિત્ર કરનાર અને તારનાર છે. ભાવ જિનેશ્વરના વિરહમાળે, પ્રથમના ત્રણ જિન નિક્ષેપ, શ્રીજિન-નામ શ્રી જિન-પ્રતિમા અને શ્રી દ્રવ્ય જિનનું ધ્યાન તે પ્રત્યક્ષ ભાવ-જિન સમાન લાભદાયી છે. “જિન પ્રતિમા જિન સારિખી કહી સૂત્ર મેઝાર” એ પંક્તિ ચારે જિનેશ્વરના નિક્ષેપ ભાવ નિક્ષેપ સમાન આરાધ્ય હોવાનું સૂચવે છે.
શ્રી જિનેશ્વર પ્રભુના ચારે નિક્ષેપા જગતના જંતુઓને સરખી રીતે જ પવિત્ર કરાનાર છે તેમાં જરા પણ સંશય નથી.
ચાલુ અવસર્પિણી કાળમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રે કુલ ૧૦ ક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના છેલલા ચોવીશમા ભગવાનનું શાસન ચાલે છે તે ૧૦ ક્ષેત્રોની ચાલુ ૧૦ વર્તમાન ચોવીશી, ૧૦ અતીત ચોવીશી અને ૧૦ અનાગત ચોવીશી મળી ૩૦ ચોવીશીના જિનેશ્વર ભગવંતોના પતતપાવન નામનું સ્મરણ, સ્મરણ કરનારના દુઃખ દુરિત અને અઘ-સમૂહને નાશ કરે છે. જિન-નામ સ્મરણનો મહિમા અપરંપાર અને અનંત છે, જિન નામ સ્મરણ અશરણનું શરણ છે, પંગુના ચરણ છે, મરણનું મારણ છે અને સર્વ-શુભ કરણનું કારણ છે.
અતીત-વર્તમાન અને અનાગત ચોવીશીના જિન-નામાએ જિનેશ્વર પ્રભુના નામ નિક્ષેપ છે. અતીત અને વર્તમાન ચોવીશીને ભગવંત થઈ ગયા છે. હાલ કઈ વિચરતા નથી અને અનાગત ચોવીશીના ભગવંતે હવે પછી થનાર હોવાથી તે દરેક ભગવંતના જીવો દ્રવ્ય જિન-નિક્ષેપમાં ગણાય છે.
ત્રીસ-ચોવીશીના નામે
૧. શ્રી જંબુદ્વિપે ભરત ક્ષેત્રે અતીત વીશીના ભવ-ભંજન ભગવંતના નામે.
(૧) કેવળનાણી (૨) નિર્વાણી (3) સાગર (૪) મહાજસ (૫) વિમળ (૬) સર્વાનુભૂતિ
(૭) શ્રીધર (૮) શ્રીદત્ત (૯) દામોદર (૧૦) સુતેજા (૧૧) સ્વામી (૧૨) મુનિસુવ્રત (૧૩) સુમતિ જિ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org