Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
ટર : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ૪ ચમ રત્ન-બે હાથ પ્રમાણું લાંબુ હોય છે. ચક્રીના હસ્તે સ્પર્શે ૧૨ યોજન વિસ્તાર પામે છે.
તેના ઉપર શાલી પ્રમુખ ધાન્ય સવારે વાવેલા હોય તે સાંજે ઉપગ યોગ્ય બને
તે રીતે તૈયાર થાય છે. ૫ ખડગ રન-બત્રીશ આંગળ પ્રમાણવાળુ અતિશક્તિવંત શસ્ત્ર. ૬ કાકીણી રન-ચાર અંગુલ પ્રમાણવાળા આ રત્નથી વૈતાઢય પર્વતની ઘોર અંધકારમય ગુફામાં
બંને બાજુ પ્રકાશ આપનારા ઓગણ પચાશ મંડળનું આલેખન કરે છે તે આળે ખેલ મંડળના પ્રકાશથી અંધકારમય ગુફામાં દિવસ જેવો પ્રકાશ પથરાય જાય છે તે
પ્રકાશમાંથી સન્ય સુગમતાથી ગુફામાં પસાર કરે છે. ૭ મણિરત્ન-આ રત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહેલું હોય છે. તે ૨નને ચક્રવતીની
રાવટી ઉપર મૂકવાથી તે રનથી બાર જન સુધીની ભૂમિ પ્રકાશિત થાય છે. હાથે
કે મસ્તકે બાંધવાથી તે તે અંગોના રોગો દૂર થાય છે. ૮ પુરોહિત રત્ન-શાંતિકર્મ કરનાર, ૯ અશ્વરત્ન – શ્રેષ્ઠ અધિ. ૧૦ ગજરત્ન – શ્રેષ્ઠ હાથી. ૧૧ સેનાપતિ રત્ન – ચકવતીની સહાય વિના જે ગંગા સિંધુ નદીની બહારના ચાર ખંડ સાધે છે.
જે યુદ્ધમાં અતિ નિપુણ હોય છે. ૧૨ ગૃહપતી રન -ગૃહની ચીંતા રાખે છે (કેકારીના સ્થાને). ૧૩ વાર્ષિકી રત્ન – મકાન બાંધકામમાં અતિ નિપુણ લશ્કરના પડાવ નાખવા તથા વિચિત્ર પ્રવા
હની નિમગ્ના અને નિમગ્ના જેવી મહાનદીઓ ઉપર પુલ બાંધવા આદિકામ કરનાર
બાંધકામ નિષ્ણાત અગ્રણી. (૧૪) શ્રી રન-અત્યંત અદભુત રૂપવંત ચકીના ભાગને યોગ્ય તાકાતવાળી સ્ત્રી જેનું સ્થાન
ચક્કીના સ્ત્રી સમુદાયમાં મુખ્ય ગણાય છે. ચક્રી શ્રી રત્ન સાથે મૂળશરીરે અને તે સિવાય બીજી સ્ત્રીઓ સાથે વૈક્રિય શરીરે ભોગ ભોગવે છે. ચકીઓને ૬૪ હજાર એક અંતે ઉરી અને સાથે બે વારાંગના હોય છે. એ રીતે ચક્રીને સ્ત્રી પરિવાર એક લાખ બાણુ હજારનો હોય છે. તેમાં સ્ત્રી રત્ન મુખ્ય ગણાય છે. દરેક ચક્રવતીના શ્રી રત્ન મૃત્યુ બાદ પ્રાયઃ છઠ્ઠી નરકે જાય છે જે સ્ત્રી રત્ન લડાઈ આદિ સંહાર કાર્ય કરતી નહીં હોવા છતાં ફક્ત કામાસકિતના મહારૌદ્ર અધ્યવસાય ધરાવતી હોવાથી નરકની અધિકારિણી બને છે. સ્ત્રી રત્નને કામાવેશ એટલા પ્રબલ હોય છે કે કામોત્તેજનાના સમયે ચકી સિવાય કેઈ અન્ય પુરુષ સ્ત્રી રત્નનું આલિંગન સહન કરી શકે નહીં. સ્ત્રી રત્નના કામ ઉત્તેજીત શરીરના આંદોલનોને
પ્રચંડ વેગ અન્ય આલિંગિત પુરુષનું મૃત્યુ નીપજાવે છે. પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિછિત હોય છે અને બે હજાર યક્ષો ચક્રવતીના અંગરક્ષક સેવક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org