Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૭ અણમોલ જે જિનાલનો અભ્યાસથી સંગ્રહ કરી, મરનારના સન્માન શ્રેયાર્થે કૃતિ આ છે કરી. ૨૦ કાયા અતિ કથળેલ ને સ્મૃતિ-ભ્રંશની સંભાવના તે પણ હૃદયની ટેકને આશિષથી ગુરુદેવના; નુતન પરામાં ભાવનગરે પાર્શ્વજિન સાનિધ્યથી, લેખન અને આકાવ્યની બંને કૃતિ પુરી કીધી.. ૨૧ ભાગવતી માતા પ્રવજ્યા હાલ રિસાએલ છે, ના દોષ તેમાં તેહનો સંસ્કાર ભૂલાએલ છે; તે ભુલની ભૂતાવળોને જિનજીવન અનુરાગથી, નીવારવા કોશિષ છે જિન બેલના પડકારથી...૨૨ અધ્યાત્મભાવ અભાવથી માનવ જીવનના મામલા, રૂંધાય શ્વાસોશ્વાસ વિના આહતી આબોહવા; જે ધર્મક્ષેત્રે પ્રાણવાયુના પુરા સંચાર છે, તે ધર્મ-ક્ષેત્ર પ્રવેશ માટે આ સવાઈ પ્રયાસ છે...૨૩
પરમ તારક શ્રી જિનેશ્વર દેવના જીવન સબંધી ત્થા શ્રી જન દર્શન સબંધી અનેક બેલોની હકીકતના વર્ણનો જેમાં વર્ણવાએલા છે તે શ્રી “જિનેન્દ્રજીવન દર્શન” પુસ્તક માટે, કાંઈક લખાણની માંગણી થતાં, તે પુસ્તકને અનુરૂપ શ્રી જિન ભગવંતોએ ભાખેલી, બાર ભાવનાનું લખાણ રજુ કરી, ભાવના બળના પોષક બળોનું પોષણ મેળવી આનંદીત બનીએ છીએ.
શ્રી જિનેન્દ્ર જીવન દર્શન પુસ્તકમાં દર્શાવાયેલા આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રસંગોનું પુનઃ પુનઃ ચિંતન અને મનનથી આંતરભૂમિ વિશુદ્ધ બનશે અને સ્કુરાયમાન ચેતના અધિક અધિક ધર્મ–ભાવોને ધારણ કરશે તેવી અંતર-શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ.
સાવીશ્રી દક્ષયશાશ્રીજી સાધ્વીશ્રી મયણયશાશ્રીજી
–આ૨ ભાવના
આનંદ પૂર્ણ જીવન જીવવા માટે અને પ્રશમ સુખ પામવા માટે, ભાવનાના સ્વરૂપ-ભાવો સમજવા અતિ જરૂરી છે. અંતર-મુખ બનવા માટે અને આંતર શાંતિ ટકાવી રાખવા માટે શ્રીજિનેશ્વર ભગવંતે એ બાર ભાવના ઉપદેશેલ છે. જે ભાવનાઓ સગરીતે આત્મ સ્વરૂપ સમજવા માટેના જુદા જુદા દ્રષ્ટિકોણ છે. જે દરેક દ્રષ્ટિકોણ નિજાનંદ મસ્તીથી ભરપુર છે. જે ભાવનાઓ ભાવવાથી જીવની અજ્ઞાન દશા અને રાગાદિ દોષો પાતળા બને છે. જે દ્વારા અધ્યવસાયે શુદ્ધ થતાં, આત્માને સંવરશક્તિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org