Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 294
________________ ૨૮ : શ્રી જીતેન્દ્ર જીવન જીત દર્શન સંવર બળ તે કર્મોના થતાં આક્રમણને અટકાવનાર આત્મબળ છે. જે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશવિધ યતિધર્મ, બારભાવના અને પાંચ ચારિત્ર મળી સત્તાવન ભેદે છે. તે પૈકી બાર ભાવનાઓ તે બાર પ્રકારની સંવર શક્તિ છે. આત્માના આમિક બળાની ઓળખાણ માટેના અનેક દ્રષ્ટિકોણેને આ બાર ભાવનામાં સમાવેશ થયેલો છે. લેશ્યાઓથી પીત અધ્યવસાયને નિલેપ બનાવનાર આત્મબળ તે ભાવના-બળ છે. મિત્રી આદિ ચારે ભાવનાઓના ભાવ આ ભાવનાઓમાં ભરપુર ભરેલા છે. આત્માને પરભાવ પ્રેરીત ભાવોથી બચાવનાર અને સ્વભાવને સાચો ખ્યાલ આપનાર બારે ભાવનાઓ સંવરબળ ધારક ધર્મભાવનાઓ છે. કર્મોને અટકાવનાર અને કર્મોનો નાશ કરનાર આત્મબળને સંવરબળ અને નિર્જરા બળ કહેવાય છે. આત્માની શક્તિ સળંગ હોવા છતાં, નીપજતા કાર્યના પ્રકારે તે સંવર, નિજર અને મોક્ષ કહેવાય છે. વિભાવદશામાં ખેંચી જતી ભાવનાએ તે પદગલીક પરભાવના છે. જેનાથી કમ- આશ્ર અને કર્મના બંધ નીપજે છે તે પરભાવનાઓના થતા આક્રમણને અટકાવવા માટે શ્રી જિન ભગવંતે સંવર બળ પ્રેરીત બાર ભાવનાઓ દર્શાવેલી છે. દરેક ધર્મ ભાવનાઓ એકબીજી ભાવનાઓમાં અંતરગત્ રીતે રહેલી છે. જ્યારે જે ભાવનાની પ્રબળતા દેખાય ત્યારે તે ભાવના તે નામે કહેવાય છે. સંવર શક્તિરૂપ ભાવનાઓ ભાવવાથી આમ આત્માની સામર્થ્ય યોગને પ્રાપ્ત કરે છે. ૧ અનિત્ય ભાવના સંસારમાં નીપજતાં સર્વ સંજોગે નાશ પામનાર અનિત્ય પ્રકારના છે. રૂદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ પરિવાર અને તે પ્રત્યે રાગ-દ્વેષાદિથી નીપજેલા અહંકારાદિ કષાયિક ભાવે દરેક અનિત્ય છે. તે અનિત્ય ભાવ પાછળ દોડતાં, શાશ્વત આત્માને અનિત્ય ભાવના નિત્યનો નિરીક્ષક અને અનિત્યને પરીક્ષક બનાવે છે. ૨ અશરણ ભાવના આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓથી ભરપુર, અશરણ જગતમાં જીવને કઈ પણ શરણ આપવા સમર્થ નથી ફક્ત જીવને સદધર્મશરણ એ જ સ્વશરણું છે. તે સ્વ-શરણ પ્રાપ્ત થતાં, અશરણ દશા આપોઆપ દૂર થાય છે. સંસાર ભ્રમણમાં સ્પષ્ટ રીતે પ્રવતી રહેલ અશરણ સ્થિતિનો સાચે ચિતાર જીવને અશરણ ભાવના ભાવતા સાંપડે છે. જેનાથી જીવને ધર્મ -શરણ રૂપ સ્વ-શરણ પ્રાપ્ત કરવાના બધાબળ પ્રાપ્ત થાય છે. અને કમે કમે અશરણ સ્થિતિનો અંત થાય છે. ૩ સંસાર ભાવના કાચી માટીના ઘડા જેવો દેહ, પાણીના પરપોટા સમાન આયુષ્ય, વીજળીના ચમકારા જેવી મિલકત અને પાકેલા વૃક્ષના ખરી પડતા પાન જેવા કુટુંબ પરિવાર વિગેરે ક્ષણિક અને નાશવંત છે. જીવને ભવ-ભ્રમણમાં પ્રાપ્ત થતાં સર્વે સંજોગે અને સંબંધે ક્ષણીક અને નાશવંત હોવાથી સંસાર ભાવના જીવને સંસારની અસારતા સમજાવે છે. ચાર ગતિ રૂપ સંસારની ચોરાશી લાખ યોનીમાં જીવદેહ-પર્યાય બદલત બદલતે, જન્મ મરણના ભયંકર દુઃખે ભેગવી રહ્યો છે. તેના સાચે ચિતાર જે કેવળ નાશવંત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298