Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 296
________________ ૩૦ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન નકશાઓની નખશીખ સમજણ પુરી પાડે છે અને રણમોરચે થતાં કર્મ આક્રમણને ખાળવા માટે. સતાવન સંવર યોધ્ધાઓના બળવર્ણનની બીરૂદાવળી બોલતી સંવર ભાવના આત્માને સંગ્રામ-વીર બનવાના ઉદ્દેશ સમજાવે છે. ૯ નિજ ભાવના નવા અને જુના, સતાગત અને ઉદયમાન દરેક જાતના કર્મોને નાશ કરનાર આત્મબળ તો નિર્જરા તત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર મળી, આત્મામાં રહેલી બાર પ્રકારની અચિંત્ય તપ-તાકાત રૂપ નિર્જરા ભાવના કમ નિકંદન કરવા માટે તબક્કાવાર તપ-તાકાતને સમજાવે છે. નિર્જરા ભાવના એ નિર્જરાબળ પ્રગટ કરવાની શ્રેષ્ઠ તાલીમ છે જેના દ્વારા આત્માને નિર્જરા ગુણ પ્રગટ થાય છે. ૧ લોક સ્વભાવ ભાવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ ષડદ્રવ્યાત્મક જગતને, ચદરાજ લોક પ્રમાણે વિસ્તારમાં, કટિપર હાથ ટેકવી પહોળા પગ રાખી ઉભેલ પુરુષ આકૃતિએ નિહાળી. અનાદિ અનંત ભાવે જગતના ભાવની ભાવના ભાવવી તે લાકસ્વભાવ ભાવના છે. પગની પહોળાઈ સાત રજુ, મધ્ય કટી પહોળાઈ એક રજુ, કેણીના ભાગે પાંચ રજુ અને મસ્તકના ભાગે એક રજુ પહોળાઈ ધારણ કરતો અને ચૌદ રજુ ઉંચાઈ ધરાવતે પુરુષાકૃતિ ધારણ કરતે લેક આકાર વિરાટકાય ઊભી માનવ આકૃતિ જેવો છે. તે રીતે લોક સ્વભાવ ચીંતવતા, સર્વજ્ઞ કથીત ઉર્વલક, અલક અને તીર્થાલેકના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી દર્શન થાય છે જેથી જીવ જીવપણે અને અજીવ પણે સમજાય છે. જીવ જીવજગતને અને અજીવ જગતને જ્ઞાતા બને છે. પરભાવ અને પારક્ષેત્રને પરખતો જીવ સ્વભાવ અને સ્વક્ષેત્રને અભિલાષી બને છે. ૧૧ બધિદુલભ ભાવના અનંતકાળ, અસંખ્યાત કાળ અને સંખ્યાત કાળની, લાંબી અને અને અતિ લાંબી કાય સ્થિતિની કાળ મર્યાદાઓ પુરી કરીને, જીવ અતિ લાંબા કાળે માનવ બને છે. માનવભવ મેળવ્યા પછીથી પણ જીવ ઈદ્રિયાધીન અને વિષયાસક્ત બનીને, પરભાવોની પાછળ દોડતો રહી, ફરી કાય-સ્થિતિના લાંબા કાળ સકંજામાં સપડાય જાય છે. અને એ રીતે વારંવાર માનવ બનીને માનવ ભવ હારી જાય છે. ચૌદરાજ લોક ક્ષેત્રના પ્રદેશ–પ્રદેશે, સમ અને વિષમ શ્રેણી વડે જન્મ મરણ પામી ચુકેલા જીવ ભવ-ભ્રમણમાં ઘણું ઘણું પામે છે અને ઘણું ઘણું ગુમાવે છે. રાજ્ય, રુદ્ધિ સ્ત્રી, પરિવાર વિગેરે ભવની યોગ્યતા મુજબ ભવભવ ધારણ કરે છે અને તજે છે. ભવભ્રમણ કરતાં જીવને આત્મિક ગુણના પ્રાથમિક એકડારૂપ સમ્યગૂ દર્શન ગુણની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અનંતાનુબંધી ચાર કષાયો અને દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી જીવને તે તે પ્રકારના ક્ષાયીક-ઉપશમીક અને ક્ષાપશમક દર્શન ગુણ પ્રાપ્ત થાય છે. દર્શને ગુણ પ્રગટ થયે જીવ શુકલ પક્ષક બની તદભવે, ત્રણ ભવે કે વધારેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298