Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૯ રાપાએલ ભાવ પ્રમાણે ઉપાસકે આંતરભાવ અને બાહ્યભાવની લાભ-હાની પામે છે, દરેક દશને ભવનિસ્તારક કે આત્મતારક હોતા નથી, કારણે દરેક દર્શનની માન્યતા અને માન્યતા પ્રમાણે દર્શન સાહિત્ય અલગ અલગ હોય છે. દર્શન અને દર્શનશાસ્ત્રોમાં આત્મભાવના સીંચાએલ (અમૃત) અમી પ્રમાણે દર્શને આત્મલક્ષી અને આત્મતારક બને છે, સંપુર્ણ અનાત્મભાવી પણ દર્શન હોય છે જે દર્શને આત્મભાવ ભુલવવામાં અગ્રેસર હોય છે કારણકે તે દર્શનનું બંધારણ અનાત્મભાવી હોય છે. સારાંશ એ છે કે દરેક દેશને સ્વ-સ્વ માન્યતાના મંદિરો છે. માન્યતા પ્રમાણે પ્રકાશ અને અંધકારના ધારક છે, માન્યતા પ્રમાણે ધર્મ અને અધર્મના પોષક છે. અને માન્યતા પ્રમાણે કર્તવ્ય અને અકર્તવ્ય સ્વીકારનાર છે. એ રીતે દરેક દર્શને માન્યતા પ્રમાણે ફળદાયક બને છે.
હરકેઈ દરેક આત્મા સત્ય કે અસત્ય ગમે તે દર્શનનો ઉપાસક છે, તેથી જ વિચિક્ષણ ઉપાસકો દર્શનદૃષ્ટિના ગુણ અને દેશનું નિરીક્ષણ કરીને દર્શનનો સ્વીકાર અથવા ત્યાગ કરે છે. પરિપકવ નિરીક્ષણદષ્ટિથી થતાં, દર્શન-પરિવર્તન દ્વારા પ્રાયે ઉચિત-દર્શન પ્રાપ્ત થાય છે. સત્ય દર્શન ન પામે ત્યાં સુધી આત્માના દર્શન પરિવર્તનના કામો ચાલુ જ હોય છે.
જૈન દર્શનની તાવિકતા શ્રી કષભદેવથી શ્રી મહાવીરદેવ સુધી એક સરખી ફેરફાર વગરની ચાલી આવી છે તેની નક્કરતામાં કશે પણ ફેરફાર કટાકેટી સાગરોપમ કાળે પણ થયો નથી, તે તેના પ્રવર્તકેની સત્ય શોધ અને નિપુણ-નિરૂપણને આભારી છે.
અન્ય છ દર્શનેમાં ઘણા નાના મોટા ફેરફાર સાથે મૂળ આશયમાં (મૂળ માન્યતામાં) પણ ઘણું ફેરફારો થએલા છે.
શ્રી જિન તીર્થ અચ્છેરા સ્થાનક-૧૬૦ અનંતી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ ગયે છતે જે આશ્ચર્યકારક બનાવો બને છે તેને અચ્છેરા કહેવાય છે.
ચાલુ અવસર્પિણી કાળમાં તેવા ૧૦ અ છેરા છે.
મોટા, નાના અને મધ્યમ શરીરની અવગાહનાવાળા કમથી બે ચાર અને ૧૦૮ ની સંખ્યાએક સમયમાં સિદ્ધિપદ પામે છે.
એ નિયમને અનુસરીને પાંચસો ધનુષ્યના ઉત્કૃષ્ટ દેહમાનવાળા એક સમયમાં બે જ સિદ્ધ પદ-પામે. બે હાથની જધન્ય દેહ અવગાહનાવાળા એક સમયમાં ચાર જ સિદ્ધ-પદ પામે.
મધ્યમ દેહમાનવાળા એટલે પાંચસે ધનુષ્યથી ઓછા અને બે હાથથી વધારે દેહમાનવાળા એક સમયે ૧૦૮ જી સિદ્ધ-પદ પામે–એ નિયમ છે.
જ્યારે અહીં ઉત્કૃષ્ટ દેહમાનવાળા એટલે ૫૦૦ ધનુષ્ય દેહમાનવાળા ૧૦૮ સંખ્યામાં એક સમયે સિદ્ધ-પદ પામ્યા તે આશ્વર્ય–અચ્છેરું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org