Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેક જીવન જીત દર્શન : ૧૪૧ ૬ ગર્ભહરણ-સૌધર્મેન્દ્રની આજ્ઞાથી હરિણગમેષ દેવે શ્રી દેવાનંદા બ્રાહ્મણીની કક્ષામાંથી ગભ
સ્વરૂપે રહેલા શ્રી મહાવીર પ્રભુનું અપહરણ કરી, શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં સ્થાપ્યા. તે છઠ્ઠા અરછેરાને બનાવ શ્રી પાર્શ્વનાથના શાસન કાળમાં બન્યો છે. પણ શ્રી મહાવીરનું પોતાનું ગર્ભ અવસ્થામાં અપહરણ થવાથી, શ્રી મહાવીર પ્રભુના સમયમાં બનેલ બનાવ ગણાય છે.
દરેક શ્રી તીર્થકર ભગવંતેના જન્મ ઉચ્ચ ક્ષત્રિય કુળોમાં જ થાય છે. પરંતુ ભિક્ષુક એવા બ્રાહ્મણ કુળમાં કર્મોદય અનુસાર ગર્ભરૂપે રહેલા ભગવંતને હરિગમેલી દેવે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીની
કુક્ષીમાં સ્થાયે તે અરારૂપ બનાવ છે. ૭, કેવળી ઉપસર્ગ - કેવળજ્ઞાન પામ્યા પછી શ્રી તીર્થકર ભગવંતોને કોઈ પણ ઉપસર્ગ ઉપજે
જ નહીં, છતાં કેવળજ્ઞાની શ્રી મહાવીર દેવ ઉપર ગોશાળાએ તેને લેડ્યા મૂકી ઉપસર્ગ કર્યો તે સાતમું આછેરુ શ્રી મહાવીર તીર્થ બનેલ છે.
૮. ચમરેન્દ્ર ઉત્પાત (૯) અભાવિત પર્ષદા, (૧૦) ચંદ્ર-સૂર્યનું સ્વવિમાને પૃથ્વી ઉપર આગમન,
તે ત્રણ અઠેરા શ્રી મહાવીર તીર્થે બનેલા છે.
૬૩ શલાકા પુરુષ સ્થાનક-૧૦૦ શલાકા-રેખા, રેખા પુરુષ શ્લાઘા પુરુષ, ઉત્તમ પુરુષ ૨૪ તીર્થકર ભગવંતે, ૧૨ ચક્રવર્તી રાજા, વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં ૬૩ શલાકા પુરુષે થાય છે.
ચાલુ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરો અને ૧૨ ચક્રવતી રાજાઓના નામે અગાઉ આવી ગયેલ છે જેથી ચાલુ અવસર્પિણી કાળમાં થએલા વાસુ
દેવ બળદેવ તથા પ્રતિ વાસુદેના નામ નીચે મુજબ છેઃ વાસુદેવ–ત્રણ ખંડના અધિપતિ જેને સાત રત્ન હોય છે. (૧) ચક્ર (૨) ખડગ (૩) મણ (૪) સારંગધનુષ (૫) કૌમુદિકી ગદા (૬) વનમાળા, (પુષ્પની એક જાતની માળા) (૭) શખ. દરેક વાસુદેવને આ સાત રનો હોય છે. બળદેવ-વાસુદેવની અપરમાતાથી જન્મેલા ભાઈ, વાસુદેવ અને બળદેવનો બંધુપ્રેમ જગતમાં
અજોડ ગણાય છે. પ્રતિવાસુદેવ-ત્રણ ખંડ એધિપતી, ત્રણ ખંડ પૃથ્વી સાધીને, વાસુદેવ સાથે લડાઈ લડતાં,
પિતાને પ્રાપ્ત થએલ ચક્રરત્ન વાસુદેવનો ઘાત કરવા, વાસુદેવ ઉપર છોડે છે પણ વાસુદેવના પુન્ય પ્રભાવે, ચક વાસુદેવને ઘાત ન કરતાં વાસુદેવના કર પર પ્રતિષ્ઠિત થાય છે. અને એ જ ચક દ્વારા વાસુદેવ, પ્રતિવાસુદેવને ઘાત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org