Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯ જગતમાં પ્રવર્તતી દરેક પ્રવૃતિમાં લાભ અને હાનિ રહેલા છે. અને જેના હેય-ઉપાદેયપણનો ખ્યાલ વિવેક દૃષ્ટિથી સમજાય છે. ભણતરની પ્રવૃત્તિ પણ તેના પ્રકાર મુજબ તારનાર કે ડુબાડનાર બને છે. ભણતરના પ્રકાર મુજબ જીવન-મંદિરના પાયા સદ્દલક્ષ અને દુર્લક્ષથી પુરાય છે ત્યારે ધમી-અધમ, સંત-રાક્ષસ, દાતા-ચોર, પાળક–સંહારક, સદાચારી-દુરાચારી વિગેરે અનેક પ્રકારના વિરોધી કદ્ધો ભણતરના પ્રકાર મુજબ પ્રગટે છે. અને તે દ્વારા અભ્યાસ પ્રમાણે અભ્યાસક પતે વિકાસ પંથ કે વિનાશ પંથને પ્રવાસી બને છે. તેથી સર્વભાવજ્ઞાતા સર્વજ્ઞ અરિહંત ભગવંતોએ ભણતરની ઉચ્ચ ભૂમિકારૂપ દ્વાદશાંગીતની રચના શ્રી ગણધર ભગવંતે દ્વારા રચાવીને જગતના જીને સદ્દઅભ્યાસની સારી જરૂરિયાત પૂરી પાડેલ છે. જે રચના સંપૂર્ણ આત્મલક્ષી છે, આત્મલક્ષ સિવાયના બીજા લક્ષ્ય એ લક્ષ્ય જ નથી પણ ભ્રમ માત્ર છે; તેની તેમાં સચોટ સાબિતીઓ છે. અભ્યાસની સફળતા આંતરભૂમિની શુદ્ધતા પર અવલંબે છે. તેથી સમગ્ર દ્વાદશાંગી શ્રતના સળંગ અભ્યાસ કરનાર અભ્યાસીની મુખ્ય લાયકાત જિનેશ્વર ભગવંતે એ સર્વ-સંગપરિયાગદર્શાવેલ છે. ગૃહસ્થ માટે તે દ્વાદશાંગી શ્રતના સારરૂપ છૂટા છૂટા વિભાગના વિવેચનરૂપ અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. તેનો અભ્યાસ દ્વારા ગૃહસ્થ અભ્યાસની ઉચ્ચતર ભૂમિકા પ્રાપ્ત કરી, સલક્ષ સાધીને, આ ભવ અને ભવાંતર બંનેને સુધારી શકે છે. જીવનને આત્મલક્ષી બનાવે તેવા સાહિત્યને અભ્યાસ કરવો તે ઉપાધ્યાયપદની વિચારણને સાર અને સાઘ છે. અને તેવા સદ્દલક્ષમાં ઉપાધ્યાયપદની આરાધના પણ સમાયેલ છે.
તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમાં, જગબંધવ જગ ભ્રાતા રે.
(નવપદ પૂજા) બાર પ્રકારના તપ સાથે પંચવિધ સ્વાધ્યાયમાં સદા સાવધાન રહી પોતે ભક્તનો અભ્યાસ કરે અને અન્ય સાધુ સમુદાયને સ્વાર્થને અભ્યાસ કરાવનાર ઉપાધ્યાય ભગવંતે જ જગતમાં સાચા બંધુ અને સાચા સહાયક છે. અગિઆર અંગ અને બાર ઉપાંગના પઠન-પાઠનમાં સદા ઉજમાળ રહેતા ઉપાધ્યાય મહારાજ પોતાના અને અભ્યાસ કરનાર અભ્યાસીના હૃદયમંદિરમાં પ્રકાશ ફેલાવનાર દીપક સમાન છે.
અગિઆર અંગ અને બાર ઉપાંગને ભણે અને ભણાવે તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના પાલન કરવારૂપ ઉપાધ્યાય ભગવાન ૨૫ ગુણોથી અલંકૃત છે. અગિયાર અંગઃ ૧. આચારાંગ ૨. સૂયગડાંગ ૩. ઠાણુગ ૪. સમવાયાંગ ૫. ભગવતી સૂત્ર ૬.
જ્ઞાતા-ધર્મકથા ૭. ઉપાસક દશાંગ ૮. અંતગડદશાંગ ૯. અનુત્તરો વાઈ દશાંગ ૧૦. પ્રશ્ન
વ્યાકરણ ૧૧. વિપાક સૂત્ર એ અગિયાર અંગ. બારમું અંગ દષ્ટિવાદ હાલ વિરછેદ છે. બાર ઉપાંગ ઃ ૧. ઉવવાઈ ર. રાયપસેણિ ૩. જીવાભિગમ ૪. પન્નવણ ૫. જંબુદ્વીપ પન્નતિ
૬. ચંદ્રપન્નતિ ૭. સુર પન્નતિ ૮. કપિયા ૯. કમ્પવોંસિયા ૧૦. પુફિયા ૧૧. પુષ્કશુલિયા
૧૨. વ—િદશાંગ. ચરણ સિત્તરી : ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ ૯ વિધ
બ્રહ્મચર્ય, સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયી, ૧૨ પ્રકારે તપ, ૪ કષાય-નિગ્રહ મળી - ૭૦ પ્રકારે સમુચિત ચરણ સિત્તરીપૂર્વક ચારિત્ર ધર્મનું પાલન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org