Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
૧૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સંપૂર્ણતા એ જ દરેક પદનું સુલક્ષ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચે સદાચારની સહજ સંપૂર્ણ શાક્તરૂપ સિદ્ધપદ છે. આચાર્યપદના એ જ સદાચારના આંદોલન અરિહંતપદના પાયારૂપ છે. ઉપાધ્યાયપદ અને સાધુપદ એ બંને પર એ જ પાંચ આચારના આંદોલન ઝીલનાર એક જ કક્ષાના ભિન્નભિન્ન કાર્યવાહીના સુક્ષેત્ર છે. એ રીતે આચાર્ય પદ પાંચે પોમાં સમાવિષ્ટ છે. ઉપાધ્યાય પદ સંકલન :
દ્વાદશાંગી શ્રતના પઠન-પાઠનથી ઉપાધ્યાય પદ ઉજવળ છે. અરિહંતપદ અને સિદ્ધપદ એ જ દ્વાદશાંગી શ્રતના સારરૂપ છે. અરિહંતપદ એ દ્વાદશાંગીનું પ્રણેતાપદ છે અને સિધપદ એ દ્વાદશાંગીએ દર્શાવેલ માર્ગગમનથી પ્રાપ્ત થતું પદ છે. દ્વાદશાંગી શ્રુતની તેજરેખાઓના પ્રકાશન માર્ગદર્શનથી જ આચાર્યપદ, ઉપાધ્યાય પદ અને સાધુપદની સાર્થકતા છે. દ્વાદશાંગી શ્રત એ જ માર્ગદર્શન છે. દરેક પદના પદો દ્વાદશાંગીએ દર્શાવેલ મેક્ષમાર્ગના પથિક છે. મહામંત્રના પાંચે પદો દ્વાદશાંગી મૃતના સારરૂપ છે. એ રીતે ઉપાધ્યાય પદ પાંચે પદમાં સમાવિષ્ટ છે.
સાધુ–પદ સંકલના :
સાધુપદની સાધુતા તો દરેક પદના પ્રાણ સમાન છે. દરેક પદ સાધુપદના જ પ્રકાર છે. સાધુપદની સમ્યગૂસાધુતાના જુદા જુદા દેખાતા પ્રકારે એકાકાર બનતાં પાંચે પદના મહાપ્રાણ બને છે, એ રીતે સાધુપદ પાંચે પદમાં સમાવિષ્ટ છે
એસો પંચ નમુકકારે”એ પદથી પાંચે પદને એકીસાથે નમસ્કાર થએલા છે. એક જ નમસ્કાર પાંચે પદના પાદચરણ પખાળે છે. સવ્ય પાવપણાસણે એ પચે પદની સરખી તાકાતનું તારણ છે. પાંચે પદના નમસ્કાર દ્વારા સમસ્ત પા૫ સમૂહપર પ્રગાઢ પ્રહાર પડે છે અને પાંચે પદની સમસ્ત શક્તિ કે ભિન્નભિન્ન શક્તિને કાર્ય પ્રકાર સર્વ પાપ પ્રાનાશક છે. દરેક પદ પોતાના પદે પ્રકાશિત રહી અન્ય પદને પણ પ્રકાશિત કરે છે. દરેક પદને થએલે નમસ્કાર પાપ-પ્રનાશક હોવાથી આરાઘને અવ્યાબાધ, અવિચળ અને અનોપમ સર્વશ્રેષ્ઠ માંગલિક દાતા છે તે પ્રકારનું જગતમાં અન્ય કઈ માંગલિક નથી. “મંગલાણં ચ સવ્વસં પઢમં હવઈ મંગલ” એ બે પદો તેની પાકી બાંહેધરી આપે છે. સર્વશ્રેષ્ઠ મંગલના એ બે પદો અનાદિકાળના સાક્ષી છે. એ રીતે ચુલિકાના ચારે પદો પ્રથમના પાંચ પદોના પ્રભાવથી સંપૂર્ણ પ્રભાવિત અને આશ્રિત છે.
પરમેષ્ઠી ભગવંતને ઉપકાર સર્વ સંસારી જીવ ઉપર પંચ પરમેષ્ટિ ભગવંતનો ઉપકાર અનાદિ અનંત ભાગે ચાલુ છે.
વ્યવહાર રાશીમાંથી એક જીવ સિદ્ધ થતાં, અવ્યવહાર રાશીમાંથી એક જીવ વ્યવહાર રાશીમાં પ્રવેશે છે. વ્યવહાર રાશીમાં પ્રવેશેલ જીવ ફરી કદી અવ્યવહાર રાશીમાં જતો નથી. વ્યવહાર રાશીમાં રહેલા દરેક જીવોને વ્યવહાર રાશીમાં મળેલો પ્રવેશ એ સિદ્ધ થતા જીવોને આભારી છે. જેનું સિદ્ધ થવું તે અરિહંત ભગવંતના ઉપદેશને અને ત્રણ પ્રકારના સાધુ ભગવતની સાધનાને આભારી છેએ રીતે વ્યવહાર અને અવ્યવહાર રાશીમાં રહેલા સર્વ જીવો પર પંચ પરમેષ્ઠી ભગવંતેનો પ્રાથમિક ઉપકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org