Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
૩૪ : શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન
૧ શ્રી પ્રભાસ સ્વામી પુકરદ્વીપે પૂર્વભરતે ૧ શ્રી પ્રભાવવામી પુષ્પરાધે પશ્ચિમ ભરતે. ૧ શ્રી અક્ષપાસ સ્વામી પુષ્પરાધે પૂર્વ અરવતે ૧ શ્રી નવલશાસ્વામી પુષ્પરાધે પશ્ચિમ એરવતે
એ રીતે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ૧૬૦, પાંચ ભરત ક્ષેત્રોમાં ૫ અને પાંચ ઐરવતક્ષેત્રોમાં ૫ મળી ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ ભગવંતો પૃથ્વીતળ પર વિચરતાં હતાં.
સમક્તિ-દર્શન મહામાહણ અને મહાપદસ્થ શ્રી અરિહંત ભગવંતોના ભવની ગણતરી સમકિત પામ્યા પછીથી થાય છે તેજ નિયમ દરેકને લાગુ પડે છે. સમકિત પામ્યા પહેલાનું ભવ-ભ્રમણ કેવળ દીશાશૂન્ય-દોડ છે. કોઈપણ સલક્ષ વગરની નકામી ઘટમાળ જેવું મિથ્યાભ્રમણ છે અને એ રીતનું મિથ્યાભ્રમણ અનાદી હોવાથી તે રીતના ભ્રમણના ભાવો ગણતરીમાં આવી શકે નહીં. સમકિત
એ જ ભવ પ્રવાસમાં દિશાસુચક ધ્રુવતારક સમાન છે. જેથી સમકિત પ્રાપ્ત થતાં દિશા-લક્ષ નક્કી થઈ જાય છે.
આદ્ય કષાયની ચોકડી દર્શન મેહનીય ત્રિક, નાશ થતાં દર્શન ખૂલે ટળે ભર્મની બીક; પતે ના દેખે પેતાને દર્પણ વીના નેન, નાજાણે આત્મા આ માને સમકિત વિના તેમ
(તત્વવિચાર સ્તવનાવાળી) થિભેદ થતાં અનંતાનુબંધી ચાર કષાયો અને ત્રણ દર્શન મેહનીય મળી, સાતકર્મ પ્રકર્તિનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થવાથી, તે તે પ્રકારના સમકિત ભાવની પ્રાપ્તિ થાય છે. સમકિત પ્રાપ્ત થતાં આત્મ-લક્ષ અને માર્ગ-દીશા નકકી થાય છે. જેમ આંખ પોતાને દર્પણ વીના જોઈ શકતી નથી તેમ આત્મા સમકિત વિના પોતાને સમજી શકતો નથી. સમકિત પામવાથી જીવ શુકલ પાક્ષિક બને છે અને તે અવશ્ય અર્ધપુદંગલ પરાવર્તન કાળમાં મુક્તિ પામે છે. એમ શ્રી, વિતરાગ દેવના ટંકશાળી વચને ટંકારવ કરીને વદે છે. સદેવ, સદગુરુ અને સદધર્મની સાચી ઓળખ કરાવનાર સમકિત છે. અને તેથી જ તે મોક્ષમાર્ગના પરવાનારૂપ છે. તે સમકિતની પાછળ જ્ઞાન અને ચારિત્ર અનુગામી થતાં મોક્ષમાર્ગ બને છે. “સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ. ”
(તવાર્થાધિગમ) સમ્મદિઠ્ઠી છો જઈ વિહુ પાવ સમાયરે કિંચી, અપેસિ હાઈ બધે જેણે ન નિધંધસં કુણઈ.
–(વંદિતાસૂત્ર-૩૬ ) સમકિત દૃષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતર ગત ન્યારો રહે જિમ ઘાવ ખેલાવત બાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org