Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
૫૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વિશાળ છત્ર ધારણ કરે છે જે છત્રનો વિરતાર પ્રમુને ધાર કરેલ કરસંપુટના ઊર્વ ભાગે આવે છે એ રીતે અતિ ભક્તિપૂર્વક વિશાળ સુર સમુદાય સાથે મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં આવે છે. મેરુ પર્વત ઉપર ભદ્રશાલવન, નંદનવન, સૌમન સવન અને પાકવન નામના અનુપમ વનરાજીથી વિસ્તરેલા ચાર મહાવન છે, તેમાં પાંડુકવામાં આવી દેવ દેવેન્દ્રો જિન સ્નાત્રાભિષેક કરે છે.
અભિષેક-શીલા જબુદ્વીપ, ઘાતકી ખંડ દીપ અને પુષ્કરાર્ધદ્વીપન અનુક્રમે ૧-૨ અને૨ મળી કુલ પંચ મેરુપર્વત ઉપર ચારે દિશામાં શ્રી જિન જન્માભિષેક કરવા માટેની નિયત ચાર ચાર શીલાએ છે પાંચ મેરૂ પર્વત ઉપર કુલ ૨૦ અભિષેક શીલાઓ છે. તે દરેક શીલાઓ અર્ધ ચંદ્રાકારે ૫૦૦ યોજન લાંબી, ૨૫૦ એજન પહોળી અને ૪ જન જાડી ઉત્તમ અજુન જાતના ઉજજવલ સુવર્ણની હોય છે. દરેક મેરૂ પર્વતની ચારે દિશામાં જન્માભિષેક શીલાઓ ઉપર જન્માભિષેક સિંહાસને છે.
પૂર્વ દિશામાં પાંડુશીલા આવેલી છે, તે શીલા ઉપર બે સિંહાસન છે.
તે સિંહાસન ઉપર બે વિજયના જિન ભગવંતને અભિષેક થાય છે. ઉત્તર દિશામાં રક્ત કંબલાશીલા છે તેના ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન ઉપર ઐરાવત ક્ષેત્રના જિન ભગવંતોને જન્માભિષેક થાય છે. - પશ્ચિમ દિશામાં રક્તશીલા છે. તેના ઉપર બે સિંહાસને છે. તે સિહાસન ઉપર બે વિજયનાં જિન ભગવંતો જન્માભિષેક થાય છે. - દક્ષિણ દિશામાં પાંડુકબલાશલા છે, તે ઉપર એક સિંહાસન છે, તે સિંહાસન ઉપર ભરત ક્ષેત્રના જિનેશ્વર ભગવંતેને જન્માભિષેક થાય છે.
દરેક સિંહાસન રત્નમય, ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ચાર ધનુષ ઊંચા હોય છે, એ રીતે એક મેરુપર્વત ઉપર ચારે દિશાની ચાર શિલા ઉપર અભિષેક માટેના છ સિંહાસનો છે. પાંચે મેરુ પર્વત ઉપર ૨૦ અભિષેક શીલા ઉપર કુલ ૩૦ સિંહાસન છે. - પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક સમયે જ્યારે ૧૦ જિનેશ્વર દેવાને જન્મ થાય છે ત્યારે એક સમયે તે દસે જિનભગવંતને મેરુ પર્વત ઉપર અભિષેક થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં એક સમયે વધીને ૨૦ વિજયમાં ૨૦ જિન જન્મ થાય છે ત્યારે એક સમયે તે વિશે જન ભગવંતન જન્માભિષેક થાય છે.
ઉત્કૃષ્ટકાળે મહાવિદેહ ક્ષેત્રોમાં ૧૬૦ જિનભગવંતે વિચરતા હોય છે પગ તેઓના જન્મ તે એક સમયે ૨૦ થી વધુ સંખ્યામાં તે ન જ થાય. ૧૬૦ જિન ભગવંતોના જન્મ એક સમયે થાય નહીં. એક સમયે ૨૦ અગર ૧૦ જિનેશ્વર પ્રભુને જન્મ થાય છે.
એ રીતે સૌધર્મેન્દ્ર પાંચ રૂપે પ્રભુને ગ્રહણ કરી, મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં આવીને, ખૂબ ઉત્સાહપૂર્વક મહોત્સવ સર્જીને, ભક્તિ ભરપુર હદયે પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે.
સુવર્ણ, રૉપ્ય અને રનના ત્રણ પ્રકારના કળશ, તથા સુવર્ણ રીપ્ય અને રતન મિશ્રિત ધાતુના ચાર પ્રકારના કળશ તથા માટીના એક પ્રકારના કળશ મળીને આઠ જાતિના કળશ હોય છે. પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org