Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : પ (૧) ઈન્દ્ર- દેવરાજા (૨) સામાનિકદેવા. (૩) ત્રાયશ્રિ’શકદેવા (૪) ત્રણપદાનાદેવા (સુરસભાના સુરસભાસદો) (૫) અંગરક્ષકદેવા (૬) કટકના દેવા (સુર-સેના) (૭) લેાકપાળદેવા. (૮) સુર-પ્રજા (૯) કિકર - (સુર સેવક ગણ) (૧૦) વિષયા દેવા (દેવ સમુદાયની સાક્-સુફીનું કાર્ય કરનાર હલકી જાતિ)
ભુવનપતિ અને વૈમાનિક દેવલાકમાં આ દેવાના દશે વિભાગા હાય છે. વ્યંતરકાયના ઈન્દ્રોને અને જ્યેાતિષી-ઇન્દ્રોને લેાકપાળ અને ત્રાય ત્રિશિક એ બે વિભાગ હાતા નથી.
ઉપર્યુકત વ્યવસ્થા વગરના વિભાગ તે કલ્યાતીત દેવ વિભાગ છે નવગૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવા કલ્પાતીત દેવ વિભાગના દેવા છે. જુદાજુદા કાપન્ન દેવ સમુહના અધિપતિને ઈન્દ્ર કહેવાય છે. ઈન્દ્રો ચેાસડ છે,
ભુવનપતિ દેવાની દશ નિકાય છે. તે પ્રત્યેક નિકાયના ઉત્તરા અને દક્ષિણા અને શ્રેણીના અધિપતિ એક એક ઈન્દ્ર હાવાથી, ભુવનત નિકાયના ૨૦ ઈન્દ્રો છે. આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતર દેવામાં પણ ઉત્તર દક્ષિણ બે વિભાગ થતાં હોવાથી, વ્યંતર વાણવ્યંતર ધ્રુવેમાં પણ ઉત્તર દક્ષિણ બે વિભાગ થતાં હેાવાથી, વ્યંતરવાણુન્યતર નિકાયના ખત્રીશ ઈન્દ્રો છે. પાંચ પ્રકારના જ્યેાતિષિ દવામાં ચંદ્ર અને સૂર્યના એક એક ઈન્દ્ર હાય છે. એટલે જ્યાતિષી દેવના બે ઈન્દ્ર છે. જો કે વિશ્વમાં જેટલા ચંદ્ર અને સૂર્યના વિમાના છે તેટલા જ ચદ્ર અને સૂર્ય ઈન્દ્રો છે. પણ અહી જાતિની અપેક્ષાએ એક એકજ ગણેલ છે. વૈમાનિક દેવામાં આઠ દેવલેાક સુધી પ્રત્યેકમાં એક એક, નવમા તથા દશમા બન્ને દેવલેાકમાં એક અને અગિયાર ખારમા દેવલેાકમાં એક મળી વૈમાનિક દેવલેાકમાં દશ ઇન્દ્રો છે. એ રીતે ચાસઠ ઈન્દ્રો છે.
શ્રી જિન જન્મ થતાં, પ્રભુના પુન્યાતિશય ખળે ઈન્દ્રોના આસન કંપાયમાન બને છે. અધિ જ્ઞાનના ઉપયેાગથી આસનના ક...પવાનું કારણ જાણી ઈન્દ્રો અતિ હર્ષ અનુભવે છે. શ્રી જિનજન્મ થયા હેાવાનુ` જ્ઞાન દ્વારા જાણી દેવલાકમાં રહેલા ઇન્દ્રો પ્રથમ સિંહાસન ઉપરથી ઊઠીને પ્રભુને અ'જલીબદ્ધ પ્રણામ કરી શકસ્તવ ખેલે છે અને સર્વે ઈન્દ્રો પ્રભુના જન્મ સ્થળે આવે છે. જિન-ભગવંતને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ સ્નાત્રાભિષેક કરે છે.
ઈન્દ્રના કાર્ય : સ્થાનક-૩૬
પ્રથમ સૌધર્મે ન્દ્ર પ્રભુના જન્મસ્થળે આવી, પ્રાસાદમાં પ્રવેશી જગતપિતા પ્રભુને અને પ્રભુની માતાને વદન કરી, પ્રભુની અનુજ્ઞા માગી, માતાને વિનતીપૂર્વક નિવેદન કરે છે કે જગદિવાકર શ્રી જિનેશ્વર ભગવંતાના જન્મ થતાં, તે કૃપા સિંધુના જન્મ મડાત્સવ ઉજણવા એ અમારે પર પરાથી ચાલ્યા આવતા અનિવાય આચાર છે તેથી હે જગત માતા ! અમે ભગવાનને જન્મ મહે।સવ તથા સ્નાત્રાભિષેક માટે મેરુ પર્વત પર લઈ જઈએ છીએ. તેમ વિનયપૂર્વક વિદિત કરી માતાને અવસ્થાપિની નિદ્રાથી નિદ્રિત કરે છે અને વિવેલું પ્રભુનુ પ્રતિરૂપ માતાની બાજુમાં સ્થાપીને, સાધર્મેન્દ્ર પાતે પાંચ રૂપ બનાવે છે. પ્રભુને શી પણ ખાધા ન થાય તે રીતે સાવચેત બનીને વિવેકપૂર્વક એકરૂપથી પ્રભુને કર સ`પુટમાં મહણ કરે છે. બે સ્વરૂપે પ્રભુની બંને ખાજી ચામર વીજે છે અને એક સ્વરૂપે વધારણ કરી અંગરક્ષક તરીકે અને માર્ગવાહક બનીને પ્રભુની આગળ ચાલે છે અને એક સ્વરૂપે પ્રભુના પાછળના ભાગમાં રહી પ્રભુના મસ્તક ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org