Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૧ ૫. વામન – સંસ્થાન – ઉદર પ્રમુખ અંગે સારા અને હાથ - પગ વિગેરે અસુંદર અને પ્રમાણ
હીન હોય છે.
૬. હુંડક – સંરથાન – શરીરના દરેક અંગે પાંગ બેડોળ અને પ્રમાણહીન હોય છે.
સંસારની ચારે ગતિને વિરછેદ કરનાર ધર્માવતાર સર્વ તીર્થકર ભગવંતને મહાસુંદર પેલું સમચતુસ્ત્ર સંસ્થાન હોય છે. જગતમાં અન્ય જનોને પણ પેલું સંસ્થાન અને પેલું સંધયણ હોય છે, પણ ભગવંતને સંસ્થાન અને સંધયણની તુલનાએ અન્ય દરેકના પ્રથમ સંધયણ અને પ્રથમ સંસ્થાન અતિ તુચ્છ ગણાય તે રીતના હોય છે. એટલે જગતમાં પ્રથમ શ્રેણીના સંધયણું અને સંસ્થાનમાં તારક તીર્થ–પતિના દેહને સંધયણ અને સંસ્થાન અસીમ બળવાળા અને અતિસુંદર રૂપવાળા હોય છે.
સાડી પચીશ-આદેશ કર્મ વિજેતા સર્વ જિનેશ્વર ભગવંતોના જમ આર્ય દેશમાં અને ઉચ્ચ રાજ્ય કુળમાં થાય છે.
જંબદ્વીપના ભરતક્ષેત્રમાં ૬ ખંડ (વિભાગ) છે, તેમાં પાંચ અનાર્યખંડ અને એક આર્ય ખંડ છે. દરેક અનાર્ય ખંડમાં ૫૩૬ દેશો હોય છે. એટલે પાંચ અનાર્યખંડના કુલ ૨૬૬૮૦ દેશ છે અને એક આર્યખંડમાં ૫૩૨૦ દેશ છે. એ રીતે ભરત ક્ષેત્રના છએ ખંડોના મળીને ૩૨૦૦૦ દેશ છે. આજ રીતે ૫ ભરત, ૫ અરવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજ્યમાં દરેકમાં ૩૨૦૦૦ દેશે હોય છે. એ રીતે અઢી દ્વીપના ૧૭૦ ક્ષેત્રો માંહેના દક્ષિણાયે મધ્યખંડના આર્યદેશમાં જ જિનેશ્વર ભગવંતોના પાંચે કલ્યાણકો બને છે. તેમ જ ૬૩ શલાકા પુરુષના જન્મ પણ આર્ય દેશોમાં જ થાય છે. ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ મધ્ય આર્ય ખંડના કુલ ૫૩૨૦ દેશમાં સાડી પચીશ દેશ-આર્ય દેશ છે. આ સાડી પચીશ આર્ય ખંડના દેશ ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ મધ્ય ખંડને વિષે આવેલા છે. જે દેશોમાં ભગવંતે દ્વારા ઘર્મ સંસ્થાપન થાય છે જેથી તે સાડી પચ્ચીશ દેશે ધર્મના સ્થાન ગણાય છે.
સાડી પચ્ચીશ આ દેશના નામ, મુખ્ય નગરી અને તે દેશમાં સમાવેશ થયેલ ગામોની સંખ્યા અનુક્રમે :
(૧) મગધદેશ – રાજગૃહી – ગામોની સંખ્યા ૬૬ લાખ (૨) અંગદેશ, ચંપાનગરી અને ગામ સંખ્યા ૫ લાખ (૩) બંગદેશ, તામ્ર લિપ્તી નગરી-ગામસંખ્યા ૫૦ હજાર (૪) કાલિંગદેશ કાંચનપુર ૧ લાખ ગામ (૫) કાશીદશ વારાણસી નગરી ૧ લાખ અને ૯૨ હજારગામ (૬) કેશલય, સકકેતનપુર ૯૯ હજાર ગામ (૭) કુરૂદેશ – હરિતનાપુર ૮૭૩૨ ૫ ગામો (૮) કુશાવર્ત દેશ – સૌરી પુરી ૧૪૦૮૩ ગામ (૯) પંચાલદેશ – કાંપિલ્યપુર ૩ લાખ ૮૦ હજાર ગામ (૧૦) જંગલદેશ અહિ છત્રા નગરી–૧ લાખ ૪૫ હજાર ગામ (૧૧) સૌરાષ્ટ્ર દેશ દ્વારામતિ નગરી ૬૮ લાખ પાંચ હજાર ગામ (૧૨) વિદેહ દેશ મિથીલા નગરી ૮૨ હજાર ગામ (૧૩) વસદેશ કેશાંબી નગરી ૨૮ હજાર ગામ (૧૪) શાંડિલ્યદેશ નંદીપુર – ૧૦ હજાર ગામ (૧૫) મલયદેશ -- ભદ્દીલપુર – ૭ લાખ ગામ (૧૬) મ0દેશ – વેરાટપુર ૮૦ હજાર ગામ (૧૭) વરૂ દેશ – અચ્છા પુરી ૨૪ હજાર ગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org