Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના પરમ પૂનિત પ્રકાશથી જેના સર્વાગ (દરેક અક્ષરો) પ્રકાશિત છે. - સભ્યશ્રત અને સમ્યગ્રચારિત્રરૂપ બંને પ્રકારના મહાબળી ધર્મના-બળ જેના બંધારણના પ્રદેશ પ્રદેશ પ્રસરેલા છે.
દાન, શીયળ, તપ અને ભાવરૂપ ચારે ધર્મને ચતુષ્કોણ-સંગમ જેના પ્રાંગણમાં સળંગ રીતે પથરાએલો છે. સાકાર અને નિરાકાર બંને પ્રકારના વિશુદ્ધ બળના આત્મ-આંદોલનથી આંદોલિત તથા ગુણે અને ગુણીઓની અભેદ સંકલના સ્વરૂપ શ્રી સિધ્ધચક્રના નવે પદો અને શ્રી વિશ સ્થાનકના વિશે પદો જેમાં સદાય અવિચળપણે અવસ્થિત રહેલા છે. પંચપરમેષ્ટિ ભગવતેના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર મુખ્ય ગુણો છે. એ પાંચ-ગુણી અને ચાર-ગુણેનું ચક-આલેખન તે સિધ્ધચક્રજંત્ર છે. અને વિવેક્ષા ભેદે, વીસ-પદ આલેખન ને વીસ-સ્થાનક યંત્ર છે. સમ્યમ્ દૃષ્ટિ જીવોની વિવિધ પ્રકારની ઘર્મઆરાધના અને સમસ્ત પ્રકારની વ્રતઉપાસના, તે દરેકનું હાર્દ નવકાર મહામંત્ર છે.
અડસઠ અક્ષર અધિક ફળ, નવ પદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. સર્વ મંત્ર શીર મુગટ-મણી, સદગુરુ ભાષિત સાર; સે ભાવિયા મન શુદ્ધ શું, નિત જપીએ નવકાર.
(નવકાર છંદ શ્રી લાભ વિજયજી) સર્વ તીર્થનું તીર્થ, સવ મંત્રનો મંત્ર, સર્વ નિધાનમાં શ્રેષ્ટ નિધાન; એવા મહામંત્ર નવકારનું ત્રિકરણ શુધિથી ધ્યાન કરવું તે સર્વ શ્રેય પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. જે સર્વમંગલ સમૂહની માંગલિકતાના મહાયરૂપ અજોડ અને શ્રેષ્ઠ ભાવમંગળ છે.
આગે ચોવીશી હુઈ અસંતી, હોશે વાર અનંત; નવકાર તણી કોઈ આદી ન જાણે, એમ ભાખે ભગવંત. પૂરવ દિશી આદિ ચારે પ્રપંચે, સમર્યા સંપતિ સાર; સંભવિયા ભકતે ચેખે ચિત્ત, નિત જપીએ નવકાર
(નવકારશૃંદ) પૂર્વાદિ ચાર દિશાઓ જેમ અનવધિ છે તેરીતે નવકારની કાળ-મર્યાદા અનવધિ છે. અનંત ચોવીશી ગઈ અને અનંત ચાવીશી જશે છતાં જેમ કાળનું સ્વરૂપ અનાદિ અનંત છે, તેમ નવકાર મંત્રનું હોવું અનાદિ અનંત છે. જેનો અક્ષર દેહ અને અક્ષર દેહની તાકાત બંને અક્ષર છે, સદાકાળ વિદ્યમાન છે, અનાદિ અનંત છે.
શ્રી નમસ્કાર મંત્ર તે દરેક સમ્યગૂઉપાસના, સાધના અને આરાધનામાં એગ્ય તાકાત ફેલાવનાર તાકાતપ્રવાહ (કરન્ટ) છે. એ જ નમસ્કાર મંત્ર આધ્યાત્મીક તાકાત કેન્દ્રના (પાવર હાઉસના) સંચાલનમાં પૂરતો પૂરવઠો પૂરો પાડનાર આંતર પૂરવઠા કેન્દ્ર છે.
સમ્યગૂ રીતે નવકાર મંત્ર સમજી શકાય તો તે દરેક પ્રકારની સમૃદ્ધિથી ભરપૂર અપૂર્વ ખજાનો છે. જેમાં આંતર-બાહ્ય બંને પ્રકારની ભરપૂર રિદ્ધિઓ ભરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org