________________
૪૮
ગામમાં જંગલમાં નાની અથવા મેટી કઈ પણ ચીજ દીધા વગર ન લેવી, ન લેવરાવવી, લેતા હોય તેને અનુમેદન ન કરવાના સોગંદ છે આ વ્રતથી જૈન સાધુ માતા પીતા સ્વામી સ્ત્રી, બીજા સંબંધીની આજ્ઞાથી દીક્ષા લેવા તૈયાર હોય તેને દીક્ષા આપે છે આ વ્રત બીજા વ્રત માફક મન, વચન, કાયાથી ગ્રહણ કરવુ પડે છે.
૪. મૈથુન વિરમણવતઃ આ વ્રતથી જૈન સાધુને પુર્ણ બ્રહ્મચર્ય મન, વચન, કાયાથી દેવ, તીજંચ, મનુષ્ય સંબંધી મિથુન કરી શકે નહીં, કરાવી શકે નહી, કરતાને ભલું જાણે નહી સ્ત્રી માત્રને સ્પર્શ કરે નહી પુરૂષ માત્રને સ્પર્સ સાદ્ધિઓ કરે નહી જે મકાનમાં સાદ્ધિઓ કે બીજી સ્ત્રી રહેતી હોય ત્યાં રાત્રે સાધુ રહી શકે નહી એકલી સ્ત્રી પણ દીવસમાં રહી શકે નહી.
૫. અપરિગ્રહ વ્રત: આ જેન સાધુ ને ખેત્ર, વઘુ એટલે બાંધેલી જમીન, ધન્ય, ધાન્ય, બે પગા, ચાર પાંગા હીરણ, સુવર્ણ કુવીયધાતુ મન વચન કાયાથી રાખી શકે નહીં, રખાવી શકે નહી, રાખતાને અનુદન કરી શકે નહી ઉપરક્ત પાંચ મહાવ્રતના પિરામાં છઠું રાત્રિ ભેજન ત્યાગ વ્રત પણ સાધુને પાલવું પડે છે આ વ્રત અનુસાર આહાર પાણી સુર્યાસ્ત થયા પછી કે સુર્યદય થયા પહેલા મન વચન કાયાથી કરી શકતા નથી બીજાને આડાર પાછું કરાવી શકાતું નથી ને કરે તેને અનુમોદન કરી શકતા નથી આ છઠું વ્રત અહિંસા વ્રતનું અંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com