Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હode 00 00 00 00 00 00 0 0 0 0 0 0 છે. દિગંબરોની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનંદસૂરિજી (ગતાંકથી ચાલુ) તત્ત્વાર્થાધિગમ સૂત્રના નવમા અધ્યાયમાં ચારિત્ર સંબંધી સૂત્રમાં કહેલ લિંગવિકલ્પ (જે દિગંબરના મત પ્રમાણે કોઈ પણ રીતે ઘટી શકતો નથી એ આપણે ગયા અંકમાં જોઈ ગયા) તેના કરતાં પણ: દશમા અધ્યાયમાં, સિદ્ધ થવાને અંગે જણાવેલા વિકપમાંને લિંગવિક૯૫ તો દિગંબર ભાઈઓને માટે બહુ જ અમુંઝણ ઉભી કરે છે, કારણ કે નવમા અધ્યાયમાં ચારિત્રના પ્રસંગમાં તે –(જે કે- એકલા યથાખ્યાત ચારિત્રમાં દિગંબરોથી કઈ પણ પ્રકારે ભાવવેદ માની શકાય તેમ નથી અને દ્રવ્યવેદમાં પણ તેઓને પુરુષવેદ સિવાયને વેદ યથાખ્યાત ચારિત્રમાં લેવું નથી એટલે યથાખ્યાત ચારિત્રમાં અને તેવી જ રીતે સૂમસંપરાય ચારિત્રમાં પણ દિગંબરોથી વેદને વિકલ્પ લઈ શકાય તેમ નથી. વળી નિગ્રંથ અને સ્નાતક નામના બે નિથામાં પણ ભાવવંદને નિશ્ચયપૂર્વક અભાવ હોવાથી અને દ્રવ્યવેદમાં પુરુષવેદ સિવાય બીજો વેદ દિગંબરેને સ્વીકાર્ય ન હોવાથી વૈકલ્પિક વિધાનના અભાવે વેદના નામે પણ લિંગવિકલ્પની સંગતતા નથી થતી. વળી જે કે – વાસ્તવિક રીતે જ્યાં પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપના સર્વથા ન હોય ત્યાં અનન્તરપૂર્વભાવપ્રજ્ઞાપના અથવા પરંપરપૂર્વભાવપ્રજ્ઞાપનાને સ્થાન હાય નહિં અને તેથી પૂર્વભાવની અપેક્ષાએ પણ દ્રવ્ય કે ભાવ એ બને પ્રકારના વેદનું વૈકલ્પિક વિધાન ન હોવાને લીધે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પણ એ લઈ શકાય એમ નથી છતાં) – કદાચ ચારિત્રોમાં સામાયિકાદિ ચારિત્ર અને નિર્ચામાં બકુશાદિ નિગ્રંથો હોવાથી, દ્રવ્યવેદને બાધક ગણ્યા છતાં, સ્ત્રી આદિ ભાવવંદને અબાધક ગણેલ હોવાથી, કથંચિત વૈકલ્પિકતા ગણી ક્ષેત્રકાલાદિ સૂત્રમાં આપેલ લિંગ પદની વૈકલ્પિકતા સાધી શકાશે પણ દશમા અધ્યાયમાં જણાવેલ લિંગમાં તે શ્રી સિદ્ધમહારાજને અંગે કોઈ પણ જાતના ભાવભેદરૂપ લિંગમાં સિદ્ધપણું હતું જ નથી તેથી અને દ્રવ્યવેદરૂપે તો પુરુષવેદ સિવાય બીજો વેદ દિગંબરેને લે જ નથી તેથી ત્યાં નતે વેદની અપેક્ષાએ લિંગપદ સિદ્ધ થતું, કે, કેવળ નગ્નાવસ્થામાં મુક્તિ માનવાને કારણે, નથી વેષરૂપ દ્રવ્યલિંગ કે સમ્યગદર્શનાદિરૂપ ભાવલિંગમાં લિંગપદ સિદ્ધ થતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52