Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૨૪ શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ ચંદ્રાવતીનાં ખંડિયેરોમાં ઉપર કહ્યું તેમ શાસન દેવીઓ, યક્ષરાજે, અને બીજાં પુતળાં જોવામાં આવે છે, કિન્તુ જિનવરેન્દ્રની પ્રતિમા કયાંય જોવામાં આવી નહિ. કદાચ રહેવા જ દીધી નહિ હોય. આ બધું જોઈ અમે આગળ વધતા હતા ત્યાં એક વિશાલ બાવન જિનાલય જિનમંદિર જોયું. આનાં , પ્રસ્તરે, જાળીયાં, બ્રહ્મશાન્તિયક્ષ અને અંબિકા દેવીની તેમ જ વિવિધ શાસન દેવીઓની પ્રતિમાઓ વગેરે બહુ જ કળામય અને ચન્દ્રાવતીની કળાને દીપાવે તેવું હતું. તે જોઈ અમે ધીમે ધીમે ખરેડી તરફ જતા હતા. રસ્તામાં બે ત્રણ ટીંબા જોયા. ત્યાં તદ્દન નીચાણુમાં એક ટીંબે હતા. ત્યાં નીચે જ –એકદમ આવનાર કોઈ પણ પ્રેક્ષકનું જલદી ધ્યાન ન જાય એવે સ્થાને–એક અદ્ભુત કળામય, અદિતીય જિનપ્રતિમાનાં દર્શન કર્યા. ચિત્ર—પરિચય [જે એક જ મૂર્તિના ત્રણ ચિત્રો આ અંકમાં આપ્યાં છે તેનું વર્ણન ] અદ્વિતીય જિનપ્રતિમા – હું આ પ્રતિમાને અદ્વિતીય કળામય કહું છું એનું કારણ એ છે કે એક મોટો, જાડે, દળદાર પત્થર લઈ કુશળ કારીગરે એક જ પત્થરની બન્ને બાજુમાં એક સરખી જિનપ્રતિમા બનાવી છે. બન્નેને પરિકર છે, બન્ને બાજુમાં જુદી જુદી એક સમાન આકૃતિવાળી શાસનદેવીઓ છે. ક્ષણભર તે જોનાર ભૂલી જાય કે મેં કઈ બાજુનાં દર્શન કર્યા છે. એક જ પત્થરમાંથી બધું ડબલ અને એક જ સરખું તૈયાર કરવું એ કેટલું મુશ્કેલ છે એ તો કોઈ કુશલ કારીગર જ સમજી શકે ! જેમ શ્રી તીર્થકર દેવો સમવસરણમાં બિરાજે છે અને વ્યાખ્યાનપીઠની ત્રણે બાજુ જિનવરેન્દ્રની સમાન જ પ્રતિબિંબ દેવતાઓ રચે છે તેમ એક જ પત્થરની બન્ને બાજુમાં એક સરખી બે જિનપ્રતિમાઓ, પરિકર, યક્ષ અને શાસનદેવીઓ આદિ તૈયાર કરેલ છે. પ્રતિમાજી યદ્યપિ ખંડિત છે-શિર નથી, કિન્તુ શિર હોત તો ઉપરના ભાગમાં મુગુટ આદિ પણ હોત જ, કારણ કે પ્રભુજીના કંઠમાં માળા હશે-છે એ તો અત્યારે પણ દેખાય છે. છાતીમાં શ્રીવત્સ, બાંયે બાજુબંધ અને હાથમાં પણ આભૂષણ છે એટલે પ્રતિમાજી આભૂષણ સહિત જ બનાવેલી છે. અને એ વિશિષ્ટતા આપણને એક વસ્તુ દર્શાવે છે કે પ્રાચીન કાલમાં આભૂષણ સહિત પ્રતિમાઓ બનતી. આ કુદરતી આભૂષણ બહુ જ સુંદર અને મનોહર લાગે છે. આ મૂર્તિની જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણીની મૂર્તિ બનેલી છે જે બન્ને બાજુનાં બે ચિત્રો જોતાં જણાઈ આવે છે. યક્ષની મૂર્તિનું ખાસ ચિહ્ન એ મૂર્તિમાં દાઢી સ્પષ્ટ દેખાય છે તે છે અને યક્ષિણની મૂર્તિ એની છાતીના ભાગથી ઓળખાઈ જાય છે. બીજી પણ કેટલીક વિશેષતા છે જ ! મૂર્તિ સંબંધી બરાબર ખ્યાલ આવી શકે તે માટે બને બાજુનાં ચિત્રો આપવાની સાથે સાથે જે તરફનો મૂર્તિ ઉપરને કમાન જેવો ભાગ તૂટી ગયો છે તે તરફથી–બને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52