________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭.
૧૯૯૨
સરસ્વતી-પૂજા અને જેનો વિભાગ ૨. ચિત્રો – - બીજા વિભાગના ચિત્રોને આપણે ત્રણ ભાગમાં વહેંચી નાખવા જોઈએ અને આ ત્રણ ભાગ તેના સમય-યુગોની દષ્ટિએ નહિ, પણ તે જે ઉપર ચીતરાયેલાં છે તે દૃષ્ટિએ. પ્રથમ વિભાગમાં તાડપત્ર પરનાં ચિત્રોનો નિર્દેશ, બીજા વિભાગમાં કપડા પરનાં ચિત્રોને નિર્દેશ અને ત્રીજા વિભાગમાં કાગળ ઉપરનાં ફક્ત દેવી સરસ્વતીનાં જ ચિત્રોને. અત્રે નિર્દેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ ભાગ-તાડપત્ર પરનાં ચિત્રો, કવેતામ્બર સંપ્રદાયના તાડપત્ર પરના સચિત્ર ધાર્મિક ગ્રન્થામાં મળી આવેલા દેવી સરસ્વતીનાં ચિત્રો પૈકીનું સૌથી પ્રાચીન ચિત્ર ખંભાતના શાંતિનાથના ભંડાર નામે ઓળખાતા ભંડારમાંથી મળી આવેલું છે.
ચિત્ર ૧. આ ચિત્રની પ્રતિકૃતિ જેવા ઈચ્છનારને મારા તરફથી તાજેતરમાં જ પ્રસિદ્ધ થએલ “જૈનચિત્રકલ્પદુમ' નામના ગ્રન્થમાં ચિત્ર ન. ૯ જોવા ભલામણ છે. આ ચિત્ર વિ. સં. ૧૧૮૪ માં ગૂજરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ દેવના રાજ્ય અમલ દરમ્યાન પાટણમાં ચીતરાએલું છે, એમ પ્રતની પ્રાંતે આપેલી પુષ્પિક ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આ પુષિા અન્યત્ર પ્રસિદ્ધ થઈ ગએલી હોવાથી અત્રે આપવામાં આવી નથી.
સરસ્વતી દેવીના આ ચિત્રનું વર્ણન આપતાં પ્રોફેસર બ્રાઉન જણાવે છે કે દેવી સરસ્વતી (અગર ચકેશ્વરી ?) પહેલાં મારા તરફથી “ઇન્ડીયન આર્ટ એન્ડ લેટસ”
. ૩ ઇ. સ. ૧૯૨૯ના પાના ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નં. ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી '૧
આ ચિત્ર ચાર હાથવાળી દેવીનું છે. તેના ઉપરના બંને હાથમાં કમળનું ફૂલ છે તથા નીચેના બંને હાથમાં અક્ષત્ર (જપમાળા) અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસપક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ ફેરા૦૦ અને ડાબી બાજુએ ગુમાર નામના બે સરસ્વતી ભક્ત પુરુષો (ઘણું કરીને આ પ્રત ચીતરાવનાર બંને ભાઈઓ અગર સંબંધીઓ હોવા જોઈએ) બે હસ્તની અંજલિ જોડીને દેવીની સ્તુતિ કરતા દેખાય છે.
મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચકેશ્વરી ) નું હોવાની શંકા ઉઠાવે છે પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એ સરસ્વતીનું જ ચિત્ર છે; કારણ કે હંસાક્ષી એ સરસ્વતીનું વાહન છે જ્યારે ચક્રેશ્વરીનું વાહન ગરુડ છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત દેવીના હાથમાં કરવામાં આવી છે તે જ પ્રમાણેનું વર્ણન મચર્તિ નામના એક જૈન વિદ્વાન સાધુએ પોતે રચેલા બીરા રાસ્તેત્ર માં કરેલું છે.'
1. The Goddess Sarasvati (or Chakresvari?) from the same ms. as figure 1. previously published by me in "Indian art and letters", vol III pp. 16 fF 1929
-- The story of kalak p. 116 २. वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरार्पितपुस्तिका।
उभयपाणिपयाजधृताम्बुजा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ४ ॥
For Private And Personal Use Only