Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ નવ ગની ટીકાઓ શી રીતે બનાવીશ? દેવી બેલી કે- છ મહિના સુધી આયંબિલ તપ કરજે. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો, અને કઠિન શબ્દની ટીકા કરીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયે, ત્યારે ધરણેન્દ્ર દેળા સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટીને નીરોગી બનાવ્યું. અને સૂરિજીને કહ્યું કે- સેઢી નદીના કાંઠે, પલાસ (ખાખરાનું ઝાડ) ને વનમાં શ્રી થંભનપાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રકટ કરે. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ કરશે. તે ચિન્હથી તે મૂર્તિનું સ્થાન તમે નિશ્ચયે જાણજો. સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ કરતી જોઈને ગેવાળના બાળકોએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનને નિશ્ચય થવાથી ગુરુજીએ પાર્શ્વનાથનું નવીન ઑત્ર રચવા માંડ્યું. તેના ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય કહેતાં તત જ શ્રી પાર્શ્વનાથનું અલૌકિક બિંબ પ્રગટ થયું. તે તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યેના આ તેત્રની શરુઆતમાં ઇતિદુગળ પદ હોવાથી જયતિહણય નામે એ સ્તેવ લખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામ્યા ને ગુરુજી નીરોગી બન્યા. - પછી શ્રી સંઘે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી ત્યારે ગુરુજીએ પૂર્વે કહ્યા પ્રમાણે તમામ બીના શ્રી સંઘની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કેણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાનો મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને નવું દહેર બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે, વિ. સં. ૧૩૬ ૮ ની સાલમાં દુષ્ટ પ્લે છેએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો, ત્યારે વર્તમાન સ્તંભતીર્થની સ્થાપના થઈ. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત, તંબાવતી નગરી) માં હયાત છે. ૧. સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ કર્યા પછી શિકાઓ બનાવી, એ વે પણ ઉલ્લેખ બીજા ગ્રંથમાં મળી શકે છે. ૨. સોલ કાવ્ય બાલ્યા પછી આખો બિબનાં દર્શન ન થયા, માટે સત્તરમા કાવ્યમાં કહ્યું કે- ચારચક વિસર એમ બત્રીશ કા બનાવ્યા તેમાંથી બે કાવ્યો ગુમ રાખ્યાં, એમ શ્રી જિનપ્રભસૂરિ કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52