________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ મૃતદેવતાને અંગે
૩૧ પરિચય ને પર્યાય-જેમ મિને (Minorva ) ગ્રીક લોકોની વિદ્યાની અધિષ્ઠાયિકા દેવી ગણાય છે તેમ મૃતદેવતા એ આપણું જૈનોની વિદ્યાદેવી ગણાય છે. આ દેવીને પ્રાકૃતમાં “સુયદેવયા 'ર કહેવામાં આવે છે. આ દેવી સંપૂર્ણ શ્રુતજ્ઞાનની સ્વામિની મનાય છે. આ દેવીની તસાગર પ્રતિ સતત ભક્તિ છે. આ દેવીના દેહરૂપે વાણીને સમૂહને નિર્દેશ કરાય છે. આ દેવીનાં વિવિધ નામે છે. જેમકે (૧) મૃતદેવી (૨) વાગદેવી, (૩) વાગદેવતા, (૪) વાગીશ્વરી, ૧૦ (૫) ભારતી,૧૧ (૬) સારદા,૧૨ (૭) શારદા,૧૩ (૮) સરસ્વતી ૧૪ (૯) બ્રાહ્મી,૧૫ (૧૦) ગ, ૧૬ (૧૧) ગીર્વાણી,૧૭ (૧૨) ભાષા૧૮ અને (૧૩) વા . વિશેષમાં આ દેવીનાં ૧૦૮ નામે પણ જોવાય છે. આ નામોના ઉલ્લેખવાળું એક શારદા-સ્તોત્ર શ્રી ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સંગ્રહને દ્વિતીય વિભાગ નામક પુસ્તકની પ્રસ્તાવનામાં આપેલું છે.
મૃતદેવતાની સ્તુતિઓનું મૂળ- શ્રતદેવતાની વિવિધ સ્તુતિઓ સ્વતંત્ર કૃતિરૂપે નજરે પડે છે એટલું જ નહિ પણ એને કઈ કઈ ગ્રંથને પ્રાયઃ આદ્ય ભાગમાં અને કેટલીક વાર અંતિમ ભાગમાં સ્થાન અપાયેલું જોઈ શકાય છે. સૌથી પ્રથમ કોણે મૃતદેવતાની સ્વતંત્ર કૃતિ રચી એનો ઉત્તર આપવામાં મેં એકત્રિત કરેલી વિવિધ સ્તુતિઓ ઉપયોગી થઈ પડે તેમ છે, પરંતુ એને છેવટના નિર્ણયરૂપ ઉત્તર હજી અન્યોન્ય સાધનોની અપેક્ષા રાખે છે, એટલે એ હાલ તુરત મુલતવી રખાય છે, તેમ છતાં મૂળ વિષે સૂચન થઈ શકે તેમ છે. આનું કારણ એ છે કે વિવાહપ્રજ્ઞપ્તિ અને
૧, આ શબ્દ માટે જુઓ થી બપ્પભટ્ટસૂરિકૃત ચતુર્વિશતિકાનું પ્રથમ પરિશિષ્ટ (આગોદય સમિતિવાળી આવૃત્તિ, પૃ. ૧૮૧), શ્રી શોભનમુનીશ્વરકૃત સ્તુતિચતુર્વિશતિકાનું ચૈથું પદ્ય (આ. સમિતિવાળી આવૃત્તિ. પૃ. ૨૫) તેમ જ “ કમલદલ’વાળી સ્તુતિરૂપ પ્રથમ પદ્ય. ૨. આને ઉદ્દેશીને પ્રતિક્રમણ માં કાસમાં કરવામાં આવે છે. વિશેષમાં આને લગતું પ્રાકતમાં એક પદ્ય છે કે જે પ્રતિકમણ કરતી વખતે બોલાય છે. ૩. જુઓ ચતુવિશતિકાનું ૮૦ મું પદ્ય (પૃ. ૧૩૨.) ૪. જુઓ સુયદેવયાની સ્તુતિ, ૫. જુઓ યાકિનીમહારધર્મસૂનુ શ્રીહરિભદ્રસૂરિ કૃત ગણાતી સમસંસ્કૃત સંસારદાવાનલ-સ્તુતિનું શું પદ્ય ૬. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિત અભિધાનચિત્તામણિ (કા. ૨, શ્લો. ૧૫૫) ની સ્વપજ્ઞ વિકૃતિમાં “શ્રત પ્રવચનસ્થાધિરાત્રી તેવી બતાવી,” એવી આ શબ્દની વ્યુત્પત્તિ દગોચર થાય છે. છે, આ શબ્દ માટે જુએ શ્રી ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સંગ્રહને દ્વિતીય વિભાગ (પૃ. ૧૮૬) ૮. જુઓ ચતુર્વિશતિકાનું ૭૬ મું પદ્ય (પૃ. ૧૨૮ ) ૯. જુઓ ચતુર્વિશતિકાનું ચોથું પદ્ય (પૃ૦ ૯) ૧૦, અને પ્રાકતમાં “વાસરી” કહેવામાં આવે છે. જુઓ ક@ાણકદ-સ્તુતિનું ચોથું પ. ૧૧. જુઓ ચતુર્વિશતિકાનું પ્રથમ પરિશિષ્ટ (પૃ૦ ૧૮૪) તેમ જ શ્રી ભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સંગ્રહનો દ્વિતીય વિભાગ (પૃ. ૧૮૫) ૧૨. જુઓ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સંગ્રહને દ્વિતીય વિભાગ (પૃ. ૧૯૪) ૧૩. જુઓ એનું જ પૃ. ૨૦૩, ૧૪, જુએ એનું જ પૃ૦ ૨૦૦ અને ૨૦૨ તથા ચતવિશતિકાનું પ્રથમ પરિશિષ્ટ (પૃ ૧૮૧ ) ૧૫-૧૯, વિચારે અભિધાનચિંતામણિ (કા૨) ના ૧૫૫મા પદ્યગત નિમ્ન લિખિત પંક્તિ:
" वाग् ब्राह्मी भारती गौगीर्वाणी भाषा सरस्वती श्रुतदेवी"
For Private And Personal Use Only