Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેના संवत् १३१७वर्षे माहसुदि १४ आदित्यदीने श्रीमदाघाटदुर्गे महाराजाधिराजपरमेश्वरपरमभहारक उमापति-वर प्रौढप्रतापसमलंकृत श्रीतेज सिंहदेव कल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविन महामात्यश्रीसमुद्धरे मुद्रा व्यापारान् परिपंश्रयति श्रीमदाघाटवास्तव्यपं० रामचंद्रशिष्येण कमलचंद्रेण पुस्तिका व्यलेखि ॥ આ ચિત્રમાં પણ દેવીને ચાર હાથ છે, ઉપરના જમણા હાથમાં પુસ્તક છે અને ડાબા હાથમાં કમલનું ફૂલ છે, જ્યારે નીચેના જમણા તથા ડાબા અને હાથથી વીણા પકડેલી છે અને પાતે ભદ્રાસનની એકકે ખેડેલી છે. આ પ્રત મેવાડમાં આવેલા આઘાટદુર્ગામાં લખાએલી હોવાથી તેરમા સૈકામાં મેવાડની સ્ત્રીએ કવે પહેરવેશ પહેરતી હશે તેને આભેળ ખ્યાલ આ ચિત્રો આપે છે અને બારીક નિરીક્ષકને તેરમા સૈકામાં ગૂજરાતમાં લખાએલી પ્રતનાં ચિત્રોના પહેરવેશ તથા આ પાનાં ચિત્રોનેા પહેરવેશ તરત જ જુદા પ્રકારને જણાઈ આવે છે. ૨૯ ચિત્ર ૪. વિ. સ’. ૧૯૨૬માં લખાએલી ‘વિવેકવિલાસ ’ ની તાડપત્રની એક પ્રતનું પાનું મારા એક મિત્ર પાસે છે, જેમાં ચિત્રને ઘણાખરા ભાગ નાશ પામેલા છે, છતાં બારીકીથી તપાસ કરતાં તે ચિત્ર દેવી સરરવતીનું જ છે એમ સ્પષ્ટ માલુમ પડે છે. આ પ્રતની પુષ્પિકા આ પ્રમાણે છે: संवत् १३२६ वर्षे आसोयसुदिपंचग्यां सोमे श्रीमत्पत्तने पं० कमलाकरे अ[[]त्मश्रेयोथं (थ) पं० मलयगिरियोग्या प्रकरणपुस्तिका लिखिता |||| આ ચિત્રમાં પણ દેવીને ચાર હાથ છે, શરીરના વ ગૌર છે, ઉપરના જમણા હાથમાં કમલ તથા ડાબા હાથમાં પુસ્તક છે અને નીચેને જમણા હાથ વરદ મુદ્રાએ હાય એમ લાગે છે ( ચિત્રનેા આ ભાગ વધારે ઘસાઈ ગએલા હોવાથી હાથની આંગળીઓના થોડા ભાગ જ ફક્ત દેખાય છે), તથા ડાબા હાથમાં વીણા છે, કંચુકીનેા રંગ પોપટીએ લીલા છે અને કમલના આસન ઉપર ભદ્રાણનની ખેડકે તે ખેડેલી છે. આ ચિત્ર અપ્રસિદ્ધ છે. ચિત્ર ૫. ખંભાતના શાંતિનાથના ભંડારના સંગ્રહમાંની ઉત્તરાધ્યયનસૂત્રની લગભગ તેરમા સૈકાની તાડપત્રની ૧૯૦ પત્રની હસ્તલિખિત પ્રતમાંથી, ચિત્ર ૬૪ તરીકે આ ચિત્ર જૈનચિત્રકલ્પદ્રુમ ' ગ્રન્થમાં છાપવામાં આવેલ છે. * For Private And Personal Use Only આ ચિત્રમાં સરસ્વતી દેવીના શરીરને વધુ ગૌર, ચાર હાથ, ચિત્રનું કદ ૧રરૢ ઇંચ છે. તેણીના ઉપરના જમણા હાથમાં કમળનું ફૂલ તથા ડાબા હાથમાં વીણા અને નીચેના જમણા હાથમાં અક્ષસૂત્ર ( માળા) તથા ડાબા હાથમાં પુસ્તક છે, આ પાંચ ચિત્રો સિવાય પણ તાડપત્ર પરનાં બીજા સરસ્વતી દેવીનાં ચિત્રો જે જૈનભંડારાની દરેકે દરેક પ્રતાની બારીક તપાસ કરવામાં આવે તે ઘણી મોટી સખ્યામાં પ્રાપ્ત થઈ શકે તેમ મારું' માનવું છે, કારણ કે આ નોંધ તે માત્ર ગુજરાતના જ જૈનભંડારાતી પ્રતા ઉપરથી તથા પ્રસિદ્ધ થએલાં ચિત્રો ઉપરની પ્રાપ્ત થતી સામગ્રી ઉપરથી તૈયાર કરેલી છે. ( અપૂર્ણ )

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52