Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ૧૯૯૨ સંપાદકીય વક્તવ્ય આ ઉપરાંત ત્યાંની કેટલીય પ્રતિમાઓ ઉપર તાંબર મુનિ શ્રી વિજયસાગરજીના લેખે છે અને બધીય મૂર્તિઓનું પૂજન શ્વેતાંબર વિધિ પ્રમાણે થાય છે અને આંગી વગેરે પણ કરવામાં આવે છે. શ્રી કેસરીયાનાથજીની મૂર્તિ સાથે સોળ સ્વમાની વાત લખવા પહેલાં એટલું તે જરૂર ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે મૂળ પ્રતિમાજી શ્યામ પાષાણની બનેલ છે જ્યારે એ સ્વમાં તો ધાતુના પરિકરમાં બનેલ છે. એટલે એનો મૂળ મૂર્તિ સાથે સંબંધ જોડી ન જ શકાય! શ્રી કેસરીનાથજીના મંદિર પરત્વે આટલી વસ્તુ લખ્યા બાદ “મામ પુરથે ક્રિો એને “આગમની રચના કરવામાં આવી,” એવો જે અર્થ આપ કરો છો તે સંબંધી કંઈક લખવું જરૂરી જણાય છે. એ આખાય વાક્યની સંસ્કૃત છાયા “મારા પુસ્તકે સ્ટિસ્વિતઃ ” થાય છે એટલે કે આગમ-શાસ્ત્ર પુસ્તકમાં લખવામાં આવ્યું એ એનો અર્થ થાય છે. અને આ ચર્ચાનું મુખ્ય મૂળ “ ત્રિ”િ શબ્દનો અર્થ કરવામાં રહેલું છે. આપ એ સૃિમિ ને અર્થ િિાતઃ–જિત: (રચવામાં–બનાવવામાં આવ્યું ) એ કરે છે. અને એમ કરીને સમગ્ર તાંબરીય આગમોને અર્વાચીન સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ આ પ્રમાણે પ્રયત્ન કરવા જતાં કેટલીય મહત્ત્વની અને સત્ય વસ્તુ તરફ આપને દુર્લક્ષ્ય કરવું પડે છે. સૌથી પ્રથમ તો “ઝિ”િ નો અર્થ રચાયો એ કરવા જતાં “પુ” શબ્દને શો અર્થ કરી શકાય એ આપે વિચાર્યું જ નથી. વળી આ એક અતિ મહત્ત્વનું શાસ્ત્રીય વાકય હે ઈ તેમાં અર્થ વગરનો એક પણ શબ્દ વધારે નથી એટલે જે એનો અર્થ બામઃ પુસ્ત સ્ત્રિવિત: એટલે કે મામઃ પુરતાd: કૃતઃ અર્થાત પંરપરાથી મુખપાઠ રાખવામાં આવતા આગમોને પુસ્તકારૂઢ કર્યો એવો કરવામાં આવે તો જ “ જુથે ” શબ્દને ય ન્યાય મળે છે. જે વિદ્વાનોને પ્રાચીન હસ્તલિખિત પ્રતા સંબંધી લેશમાત્ર પણ અનુભવ હશે તે જાણતા હશે કે એ પ્રતોમાં ત્રિવિત અને ચિત શબ્દ બીલકુલ જુદા અર્થમાં વાપરવામાં આવે છે. જિલ્લત નો અર્થ બીજા કોઈ એ બનાવેલ ગ્રંથને લિપિબદ્ધ કરવો એવો થાય છે. જ્યારે વતનો અર્થ ગ્રંથની રચના કરવી એવો થાય છે. કેટલીય હસ્તલિખિત પ્રતોના અંતમાં સેવન સંવત અને તે સંવત, સેવાનું નામ તથા રચનારનું નામ ભિન્ન ભિન્ન આપવામાં આવે છે. હવે જે ત્રિવિતનો અર્થ રિત કરવામાં આવે તે એ સેંકડો હસ્તલિખિત પ્રતિઓના અંતે આપવામાં આવતા આ ઉલ્લેખની શી વ્યવસ્થા થઈ શકે ? એટલે પ્રાચીન શાસ્ત્રીય પ્રણાલિકા તરફ બીલકુલ આંખમિંચામણું કરીને અને કેવળ અત્યારની પ્રથાને જ ધ્યાનમાં રાખીને ત્રિવિતનો અર્થ પિત કરવો લેશ માત્ર પણ યુક્તિયુક્ત નથી. અમે નથી માનતા કે એક સામાન્ય માણસ પણ સમજી શકે એવી વાતથી શ્રીયુત વીરેન્દ્રકુમારજી બીલકુલ અજ્ઞાત હોય, પરંતુ જે વસ્તુ તરફના પક્ષપાતના કારણે તેઓ એક દીવા જેવી સ્પષ્ટ વસ્તુને સમજવા–સ્વીકારવા અચકાય છે, તે દૂર થવાની જરૂર છે. છેવટે અમે ઈચ્છીએ છીએ કે ભાઈ વીરેન્દ્રકુમારજી વિષયાંતરની ચર્ચામાં ન ઉતરતાં મૂળ વસ્તુને જ વિચાર કરશે જેથી કંઇક વિશેષ વરતુ લોકોને જાણવા મળી શકે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52