Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ચંદ્રાવતી ૨૩ મનહર શિખરો, ગુમ્બના ટુકડા, સુંદર કારીગરીવાળાં જાળીયાં અને તેણે પડયાં છે, તેમ જ નાનામોટા વિવિધ પ્રસ્તરો નજરે પડે છે. તે જોતાં અહીં કેવાં સુંદર કળામય મંદિરો હશે એની આછી રૂપરેખા આપણી સન્મુખ હાજર થાય છે. મંદિરની આરસપત્થરની કુબ્બીઓ, ઉમ્બરાએ, ઉપરની છતના મધ ગુખો તથા તેમનું ચિત્રકામ બધું આરસનું છે. આજે એ એક એક ભાગ બનાવતાં સેંકડો રૂપિયા લાગે અને છતાંયે તેઓની હરિફાઈ કરી શકે એવું કામ થાય કે કેમ એ પણ શંકાસ્પદ લાગે છે. ચંડાવલી નદીના પુલની બન્ને બાજુ વિસ્તારમાં પથરાયેલું મંદિર નગરના દરવાજા બહારનું વિશાળ જિનમંદિર લાગે છે. ત્યાંથી થોડે દૂર રેલવે પાટે (આબુ તરફ ) ચાલતાં એક રેવેની જ ઝુંપડી આવે છે. એના ચોકીદારને પૂછયું કે ચંદ્રાવતી ક્યાંથી જવાય ? એણે ચંદ્રાવતી જવાનો નાને રસ્તો બતાવ્યો અને દૂર દેખાતા મંદિરના ટેકરા પણ બતાવ્યા. અમે એ રસ્તે આગળ વધ્યા. રસ્તામાં ઘોડે છેડે છેટેકરા દેખાય છે, જેના ઉપર જૈનમંદિરના પત્થરો પડ્યા છે. આવા લગભગ દસથી પંદર ઉંચા મોટા મોટા ટેકરા દેખાય છે, જેમાં વીસથી પચ્ચીસ મંદિર હશે એમ લાગ્યું. દરેક મંદિરના મધ્ય ભાગો વિદ્યમાન છે, અને દરેકનાં થર નજરે દેખાય છે. હંસથર, ગજથર, સિંહથર, કિન્નરથર, અશ્વથર આદિ વિવિધ આકૃત્તિવાળા થરો વિદ્યમાન છે. સુંદર દૂધ જેવા સફેદ આરસમાં એક હજાર વર્ષ પૂર્વે કેરેલી સુંદર અને મનોહર આકૃતિઓ જાણે હમણાં જ કઈ કુશળ કારીગરે ઘડેલી હોય એમ દેખાય છે. છેલ્લાં કેટલાયે વર્ષોથી એ ધૂળથી ઢંકાયેલાં છે છતાંય આરસની ઉજજવલતા એવીને એવી જ લાગે છે, અને સેંકડો વર્ષોની આકૃતિ હોવા છતાંયે તાજી જ બનાવેલી ભાસે છે. એકેએક આકૃતિમાં જીવ સિવાય બધુંયે વિદ્યમાન છે. કમળથીયા કમળ અને કલમથીય બારીક ટાંકણાથી એ આકૃતિઓ ઘડવામાં આવી હશે. ઘડીભર ઉભા રહી નિરાંતે એ પુતળાને અને આકૃતિઓને જોયા કરીયે અને છતાંયે તૃપ્તી ન થાય એવી અજબ કલા એ ચિત્રોમાં ભરી છે. આ સિવાય શાસનદેવીઓ, બહારનાં પુતળાં, યક્ષરાજે વગેરે પણ કલામય અને વિવિધતાથી ભરપૂર છે. આ સિવાય સ્થાન સ્થાન પર મંદિરના પાયા, મૂલ ગભારા, પ્રભુના અભિષેકજલ નીકળવાની સેરે, નાની નાની દેરીઓનાં શિખરે, જિનપ્રતિમાનાં આસન વગેરે અનેક વિધ સામગ્રી વિદ્યમાન છે. તેમ જ મંદિરની પાસે વાવો પણ છે. ખરેખર આ બધું જોવા જેવું છે ! ચંદ્રાવતીમાં યક્ષરાજનાં પુતળાં વિપુલ પ્રમાણમાં મળે છે, તેમાં બ્રહ્મશાન્તિની આકૃતિઓ વધારે પ્રમાણમાં છે; આ ઉપરથી એમ લાગે છે કે અહીં પરમાત્મા શ્રી મહાવીર ભગવાનના મંદિર વિશેષ હશે. અમને તો આ આખા પ્રદેશમાં ભગવાન મહાવીર દેવનાં સ્થાને વિશેષ જોવામાં આવ્યાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52