________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
દિગમ્બરોની ઉત્પત્તિ કેઈ દૈવિક યા માનુષ્યક એકાદ ઘટનાના કારણે શિવભૂતિને આ પ્રમાણે પ્રરૂપણ કરવી પડી હોય. આ પ્રસંગ દેવદત્તા સ્થાને છે.
સામાન્ય રીતે સ્ત્રીવર્ગને પિતાના ભાઈ તરફ જે પ્રીતિ હોય છે તે અવર્ણનીય અને અદ્વિતીય જ હોય છે. જો કે સાધુપણાને અંગીકાર કરતી વખતે પૂર્વ અને પશ્ચાત્ એ બને જાતના સંબંધે છેડવા જરુરી હોય છે, છતાં જેઓ સંસારને ત્યાગ નથી કરી શક્યા તેઓ તરફ સાંસારિક રીતિને નહિ તો પણ ધાર્મિક રીતિને પ્રેમ થયા વગર નથી રહેતો. એટલે સાધુપણામાં વર્તતા થકા પૂર્વ કે પશ્ચાત્ સંબંધવાળા ને હીવર્ગ તરફ ધર્માચરણના સંબંધને પ્રેમ થાય એ અસ્વભાવિક નથી. આ વાતના વિચારથી જ નાલબદ્ધ-અનાલબદ્ધ-વલ્લી આદિ આભવવ્યવહાર જે શાસ્ત્રકારોએ જણાવેલ છે તે તથા માતા અને પુત્રી, પિતા અને પુત્ર વગેરે વડી દીક્ષાને અંગે બતાવેલો વિધિ સહેતુક અને યોગ્ય જ લાગે છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી શિવભૂતિની બહેન ઉત્તરા, જેણે શિવભૂતિની પહેલાં દીક્ષા ગ્રહણ કરી હતી તે પિતાના નગ્ન થયેલા ભાઈને વંદન કરવા માટે આવી. પિોતાની બહેન ઉત્તરા પિતાની પહેલાં દીક્ષિત થયેલ હોવાથી શિવભૂતિને તેને ઉપદેશ આપીને બુઝવવાની કે દીક્ષિત થવા તૈયાર કરવાની જરુર પી નહિ, સાથે સાથે પોતે (શિવભૂતિ) નગ્ન થયા છતાં તેને વસ્ત્ર રાખવાનું કહેવાનો-અર્થાત્ સ્ત્રીથી સર્વથા વસ્ત્ર ત્યાગી (નગ્ન) થઈ શકાય નહિ તેથી તેને ચારિત્ર હોય નહિ અને પરિણામે સ્ત્રી જાતિને મોક્ષ જ હોઈ શહે નહિ, તેથી “હું ગમે તેવો ઉપદેશ આપું છતાં તારે નગ્ન થઈને મોક્ષની સાધના માટે તૈયાર થઈ શકાય નહિ” એવું કશું સમજાવવાને– જરાય અવકાશ મળે નહિ, ન એવી જરુરત જણાઈ આટલું જ નહિ પણ આ પ્રસંગે સ્વાભાવિક રીતે જે વસ્તુ બની શકે એ બની. એમ કહેવાય છે કે પિતાના ભાઈને નગ્ન થયેલ જોઈને કેવળ પિતાના ભાઇનું અનુકરણ કરવાના ઈરાદાથી ઉત્તરાએ પણ પિતાની પાસેના પ્રથમ-સાધ્વીપણાના જે વસ્ત્રો હતાં તેને ત્યાગ કર્યો અને પિતે નગ્ન દશામાં દાખલ થઈ
શિવભૂતિની નગ્નાવસ્થાનું અંધ અનુકરણ કરીને ઉત્તરાએ દિગંબરની આખી પ્રરૂપણાને જમીનદોસ્ત કરી નાખી. તેણે નગ્નાવસ્થાને સ્વીકાર કરીને બતાવી આપ્યું કે સ્ત્રીઓ પણ કઈ પણ પ્રકારના વસ્ત્ર વગર રહી શકે છે, ચારિત્રની સાધના કરી શકે છે અને છેવટે યાવત્ પરમપદ–મોક્ષને મેળવવાને પણ ઉદ્યમ કરી શકે છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only