Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ w ww. શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ પણ કાળે, કઈ પણ ક્ષેત્રે કે કઈ પણ એકાંતાદિ પ્રસંગે વસ્ત્રોનો સર્વથા ત્યાગ કરવાનો વિચાર કરે જ નહિ, એમ કહેવું છે તે સાવ અનુભવશુન્ય જ લાગે છે. આ પ્રમાણે સ્ત્રી સ્વયં વસ્ત્ર છોડવા ઈચ્છતી ન હોય એ વાત અનુભવશૂન્ય સિદ્ધ થાય છે ત્યારે ઉપર કહેલો બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એને વસ્ત્રનો ત્યાગ કરતાં અટકાવવામાં આવે છે. આનો અર્થ તો એ થયો કે જયારે ધર્મોપદેશ ચાલતું હોય તે વખતે ઉપસ્થિત સ્ત્રી વર્ગને સંબોધીને દિગંબરેએ જાહેર કરવું જોઈએ કે મોક્ષમાર્ગની સાધના માટે ચારિત્રની અને ચારિત્રની સંપૂર્ણ પાલન માટે આરંભ અને પરિગ્રહની માફક વસ્ત્રના સર્વથા ત્યાગની પરમાવશ્યકતા હોવા છતાં સ્ત્રીઓથી વસ્ત્રાદિનો ત્યાગ કરી શકાય નહિ. આ પ્રમાણે વિચાર કરે છે, જે ન્યાય દષ્ટિએ વિચાર કરવામાં આવે તે, એક પ્રકારની ઈજારાવૃત્તિ સિવાય બીજું શું છે? જોગણીઓ વસ્ત્રહીન અવસ્થામાં જીવન વ્યતીત કરે છે એ બીલકુલ સાચી વાત છે. વળી સામાન્ય જાતિની અપેક્ષાએ સ્ત્રી જાતિમાં નિર્લજજતા પણ અધિક પ્રમાણમાં હોય છે. માતા, પિતા, પુત્ર, ધન, ધાન્યાદિક સર્વને ત્યાગ કરીને, મને કે કમને, સતીપણાની કીતિ માટે જીવતાં અગ્નિ પ્રવેશ સ્વીકારીને સાહસની સીમાને વટાવી જવાની શક્તિ પણ એ સ્ત્રી જાતિમાં રહેલી છે. આવી શક્તિવાળો સ્ત્રીવર્ગ પોતાના પરમધ્યેયની સાધના માટે વસ્ત્રત્યાગ માટે તૈયાર ન થાય એ ન બનવા જેવી વાત છે. એટલે પછી પરાણે પોતાની સત્તા વાપરીને તેને તેમ કરતાં રોકવા સિવાય બીજો કે પણ ઉપાય દિગંબરેના હાથમાં રહેતું જ નથી. દિગંબર સંપ્રદાયના આદ્યપ્રવર્તક શિવભૂતિ હતા. શું તેમના પ્રત્યેના નેહને લીધે કે તેમના વૈરાગ્યમય ઉપદેશથી પ્રતિબોધ પામીને કઈ પણ સ્ત્રી કે સ્ત્રીસમુદાય વસ્ત્રાદિને ત્યાગ કરવા તૈયાર જ નહિ થયે હોય?– અને તે પણ એવે સમયે કે જ્યારે-આરંભ, પરિગ્રહ અને વિષય કષના ત્યાગને ઉપદેશ તે શ્વેતાંબર સંપ્રદાયમાં હયાત હોવાથી અને પિતાને કહેતાંબરની સામે થઈને બીજો પંથ સ્થાપન કરવાનું હોવાથી સંયમનાં ઉપકરણને અધિકરણ માનીને તેને સર્વથા ઉખેડી દેવાની સાથે–વઅત્યાગના ઉપદેશ ઉપર જ નૂતન સંપ્રદાયની આખી ઈમારત ઉભી કરવાની હતી અને એ ઉપદેશ સાંભળવાની પુરુષના જેટલી જ સ્ત્રીઓ માટે પણ છૂટ અને સગવડ હતી? વસ્તુસ્થિતિ આમ હોવા છતાં દિગંબર સંપ્રદાયમાં સ્ત્રી-ચારિત્રને માટે સર્વથા નિષેધ કરવામં આવે છે તેથી કઈ પણ વિદ્વાનને એમ લાગ્યા વગર નથી રહેતું કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52