Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
તેઓ આ રીતે હારી જઈ ફરીથી અનંતકાળ સુધી એને નહીં મેળવવાનું પાપકર્મ ઉપાર્જી લેતા હોય છે.
આ પરિસ્થિતિમાં સંઘના મોભીઓ સાથોસાથ પોતાને પણ ધર્મક્ષેત્રોની મર્યાદાઓ તેમજ વહીવટદારોની જવાબદારીઓનું સર્વાંગિણ જ્ઞાન પ્રાપ્ત કરવાની શુભ ભાવના કે. પી. સંઘવી પરિવારના શ્રીયુત બાબુકાકાને થઈ અને એમાંથી જ એમના જ પરિવાર દ્વારા નિર્મિત-સંચાલિત પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) ખાતે ભારતવર્ષીય તીર્થો અને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓના મિલન-સન્માન તેમ જ સાત-ક્ષેત્રાદિના સંચાલન-વહીવટ સંબંધી જ્ઞાનપ્રદાનના એક યાદગાર વ્યાખ્યાનવાચનાશ્રેણી ઉજવાઈ.
જૈનશાસનશિરતાજ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રામાં આ સમારોહ યોજાયો. શ્રીયુત બાબુકાકાની ભાવનાનુસાર આ સમારોહમાં પૂજ્યશ્રીએ ટ્રસ્ટી-ધર્મક્ષેત્રના સંચાલક-વહીવટદારોના ગુણો અંગે પ્રકાશ પાથરવા પંચાશકજી તેમ જ દ્રવ્યસપ્તતિકા ગ્રંથાધારે પ્રવચનો કર્યા તો વળી સાતે ક્ષેત્ર તેમ જ અનુકંપા-જીવદયા જેવા કરુણાપાત્ર ક્ષેત્રો અંગેની શાસ્ત્રીય મર્યાદાઓ પણ ખુબ જ રોચક શૈલીમાં સમજાવી. આ પ્રવચનો એ જ વખતે પૂજ્યશ્રીના શિષ્ય મુનિરાજો નોટમાં ઝડપી લેતા હતા. તે જોઈને શ્રી બાબુકાકાએ પૂજ્યશ્રીને આ પ્રવચનો તત્કાળ તૈયાર કરી આપવા વિનંતી કરી; જેથી તેઓને એને સકળ શ્રીસંઘના લાભાર્થે પ્રકાશિત કરવાનો લાભ મળી શકે. તેમની વિનંતીને લક્ષ્યમાં લઈ આ પ્રવચનો તૈયાર કરાયાં છે.
ખૂબ જ ટુંક સમયમાં આ પ્રવચનોનું પુસ્તક અપ્રાપ્ય બનતાં એની બીજી આવૃત્તિનું પ્રકાશન પણ આ સાથે કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી કરવામાં આવી રહ્યું છે. પુસ્તકની અતીવ ઉપયોગિતા જોઈ એનું હિંદી ભાષાંતર પણ તૈયાર કરી તેઓના જ સહયોગથી પ્રકાશિત થઈ ચૂક્યું છે.
સહુ કોઈ આ પ્રવચનોને શાંતિથી વાંચી, વિચારી, શાસ્ત્રસૂચિત મર્યાદાઓના આદર્શમાં જોઈ જોઈ ધર્મક્ષેત્રોનું સંચાલન-વહીવટ કરી તેના ફળરૂપે યાવત્ તીર્થકરત્વ પામી સ્વ-પર શ્રેય સાધે એ જ અભિલાષા.
- જન્મા પ્રકાશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 260