Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય ‘જૈનસંઘના મોભીઓ' એક મહત્ત્વપૂર્ણ કડી છે જૈનશાસનના મહત્ત્વપૂર્ણ સાતે ક્ષેત્રોના સંચાલન-વહીવટની ! સદ્ગુરુ ગીતાર્થ ભગવંતોના શ્રીમુખે શ્રાવક જીવનની સામાચારી સાંભળનાર શ્રાવકો વિશેષ યોગ્યતા ખીલતાં સાત ક્ષેત્રો આદિના સંચાલન-વહીવટ માટે યોગ્ય બને છે. આ ક્ષેત્રોનું જિનાજ્ઞાનુસાર સંચાલન-વહીવટ યાવત્ તીર્થંક૨૫ણાની ભેટ આપે છે તો એમાં કરાતી ઉપેક્ષા આદિ વશ આત્માને નરકગમન સુધીનાં દુઃખો ભોગવવાનો વારો આવે છે. માટે જ આ સ્થાને આવેલા, આવતા કે આવવા માગતા પુણ્યાત્માઓએ આ દરેક ક્ષેત્રની શાસ્ત્રીય મર્યાદાઓનું વિશદ જ્ઞાન મેળવી લેવું અનિવાર્ય બને છે. સંસાર હોય કે જૈનશાસન હોય, દરેક સ્થાને તે તે સ્થાનના સંચાલન-વહીવટ માટે જરૂરી જ્ઞાન હોવું-મેળવવું અનિવાર્ય મનાય છે. સંસારની બાબતમાં આવા જ્ઞાનના અભાવે ગાડું અટકી જાય છે. એવું ન થાય માટે સંસારીજનો ચીવટથી જ્ઞાન મેળવે છે. જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાં દોડી જાય છે અને પ્રયત્ન કરી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જ્યારે ધર્મક્ષેત્રોના સંચાલન-વહીવટમાં આ લક્ષ્ય-પ્રયત્ન પ્રાયઃ દેખાતો નથી. વર્ષોથી સંચાલન-વહીવટ કરતા સંઘના મોવડીઓને પણ ધર્મક્ષેત્રોની વ્યાખ્યા, સ્વરૂપ, મર્યાદાનો પ્રારંભિક-ખ્યાલ પણ હોતો નથી. એમાં વળી કદાગ્રહ, પૂર્વગ્રહ આદિ ગ્રહો ભળવાથી સંઘની સમાધિમાં કારમો ઉત્પાત મચી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ધર્મક્ષેત્રોની મર્યાદાથી અજાણ સંચાલકો-વહીવટદારો પોતે તો પાપ બાંધી ડૂબતા હોય છે સાથેસાથે એમના વિશ્વાસે રહેલા સંઘજનોને પણ ડૂબાડવામાં નિમિત્તરૂપ બનતા હોય છે. અનંતકાળે, મહાપુણ્યોદયે મળેલા જિનેન્દ્રશાસનને Jain Education International 8 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260