________________
આ. વલ્લભસૂરિની ગઝલો પ્રભુ ભક્તિ, ઉપદેશ, વૈરાગ્ય અને પૂજા સાહિત્યના સંદર્ભમાં રચાઇ છે. તેમાં વિવિધતાની સાથે ગઝલનો વિશિષ્ટ રણકાર-ભાવ-લય સાધ્ય થયેલાં છે. કવિની સંસ્કૃત ભાષાની બે ગઝલ એમની પ્રયોગશીલ સર્જક મનોવૃત્તિની સાથે ભાષા, પ્રભુત્વનો પરિચય કરાવે છે.
આ. લબ્ધિસૂરિની ગઝલો વિષય વૈવિધ્યની સાથે ભાષા વૈભવ, કલ્પના શક્તિ અને પ્રયોગશીલતાના ઉદાહરણ રૂપ છે. પ્રભુ ભક્તિ ઉપરાંત બારભાવના, ચારભાવના, છ વ્યસન ત્યાગ, સમકિત અને વૈરાગ્ય જેવા વિષયોને સ્પર્શતી ગઝલો છે. સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલો જૈન સાહિત્યમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. આ. લબ્ધિસૂરિની સંસ્કૃત ભાષાની ૩ ગઝલો વિશેષ નોંધપાત્ર છે.
આગમ પ્રભાકર પુણ્યવિજયજીની ગઝલોમાં ગુરૂસ્તુતિ મહિમા અને વિરહથી ઉદ્ભવેલી શોકની લાગણીને વ્યક્ત કરે છે. આ. દક્ષસૂરિ પ્રભુ ભક્તિ વિષયક પરંપરાગત ગઝલો લઇને અર્વાચીન ગીત કવિ-ગઝલકાર તરીકે સ્થાન ધરાવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગઝલોની સાથે ઉન્નત મસ્તકે સ્થાન પામી શકે તેવી ગઝલો કવિ ધુરંધર વિજયજીની છે. તેમાં ગઝલનો છંદ, લય, ભાવ અને ભક્તિનું સાયુજ્ય સધાયેલું છે. આ ગઝલોમાં ધાર્મિક-સાંપ્રદાયિક વસ્તુ હોવાથી કેટલાક પારિભાષિક શબ્દ પ્રયોગો થયા છે. તે અંગેની પરિશિષ્ટમાં નોંધ આપવામાં આવી છે.
કેટલીક ગઝલો તત્ત્વજ્ઞાનના ભારથી લદાયેલી લાગે છે. છતાં તેમાં રહેલી શુભ ભાવના કાવ્ય અંશોથી આસ્વાદ્ય બની રહે છે. બીજા વિભાગમાં પ્રકીર્ણ ગઝલોનો સંચય કરવામાં આવ્યો છે. આ ગઝલો પણ જૈન સાહિત્યની ગઝલો ગુજરાતી ભાષાની ગઝલોના અભ્યાસ અને વિકાસમાં નવું દિશાસૂચન કરીને પોતાની અસ્મિતા સિધ્ધ કરે છે. અને વિશેષ તો જૈન કાવ્ય સાહિત્યની વિવિધતામાં સોનેરી ભાત પાડી ગઝલોનું વિષય વસ્તુ સાંપ્રદાયિક હોવા છતાં બિન સાંપ્રદાયિક્તાનો સંસ્પર્શ કરાવીને તેના દ્વારા સાહિત્યની એક ઐતિહાસિક
[૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org