________________
સંપાદકીય
ભગવાન મહાવીર સ્વામીના હાલરડાથી ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયની કૃતિઓના સંશોધન કાર્ય દરમ્યાન જ્યારે એમની સ્થળ વિષયક ગઝલો પ્રાપ્ત થઈ ત્યારે મનમાં એવો વિચાર રમ્યા કરતો હતો કે જૈન કવિઓએ પણ ગઝલો રચી હશે તે નિમિત્તથી સંશોધન કરતાં જૈન કવિઓની ગઝલો ઉપલબ્ધ થઈ અને એનો સંચય કરીને આ પુસ્તક રૂપે તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની વિવિધતાને વધુ ઉજ્જવળ બનાવવામાં આ ગઝલોનું યોગદાન નોંધપાત્ર બની રહે છે.
જૈન સાહિત્યનાં સ્તવનો, સક્ઝાય, પદ અને પૂજા સાહિત્યનાં કેટલાંક પુસ્તકોમાંથી ગઝલો ઉપલબ્ધ થઈ છે. ગઝલોનું સંપાદન બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં કેટલાક કવિઓનો પરિચય આપીને એમની ગઝલો પ્રગટ કરવામાં આવી છે. તેમાં સ્થળ વર્ણનથી પ્રારંભ થયેલી ગઝલનો અનુક્રમે અર્વાચીન ગઝલ સુધીનો ક્રમિક વિકાસ નિહાળી શકાય છે. જોકે આ ગઝલો મોટે ભાગે ઉર્દૂ-ફારસી ભાષાની ગઝલોના પ્રારંભ કાળની સાથે સ્થાન ધરાવે છે. અર્વાચીન ગઝલોની સંખ્યા અલ્પ છે. ગજલ, રેખતા, કવ્વાલી જેવા શબ્દ પ્રયોગો દ્વારા ગઝલના લયને સિદ્ધ કર્યો છે. પ્રભુ ભક્તિ વિષયક ઉપદેશાત્મક અને વૈરાગ્ય ભાવને વિષય બનાવ્યો છે. કવિરાજ દિપવિજયની ગઝલો સ્થળ વર્ણનની છે. તેમાંથી સામાજિક, ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી ઉપલબ્ધ થાય છે, જે સમકાલીન સ્થિતિનો ઐતિહાસિક દસ્તાવેજ બને તેવી છે. આત્મારામજીની ગઝલો પ્રભુ ભક્તિ વિષયક છે. શ્રાવક કવિ મનસુખલાલની ગઝલો શુધ્ધ જ્ઞાન માર્ગના વિચારોને કેન્દ્રમાં રાખીને આત્મસ્વરૂપને વધુ સ્પર્શે છે. તેમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય સધાયો છે. ઉપા. વીરવિજયજી, હંસ વિજયજી, પં.શ્રી મણિવિજયજી દાદાની ગઝલો પૂજા સાહિત્યમાં દેશીઓના પ્રયોગની સાથે નવીનતા કે વિવિધતા લાવવા માટે સમકાલીન પ્રભાવથી રચાઈ છે.
[૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org