Book Title: Jain Sahityani Gazalo Author(s): Kavin Shah Publisher: Kavin Shah Bilimora View full book textPage 9
________________ અનુભવીને સં. ૧૯૮૦માં અમદાવાદ મુકામે ગણિ અને પંન્યાસ પદવીથી અલંકૃત કર્યો. સંવત ૧૯૮૩માં ઉપાધ્યાયપદવી પ્રાપ્ત કરીને શાસન સમ્રાટશ્રીએ નંદનવિજયને શાસ્ત્ર વિશારદ, સિધ્ધાંત માર્તંડ અને કવિરત્ન એમ ત્રણ બિરૂદ આપીને એમનું યથોચિત બહુમાન કરવામાં આવ્યું. ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકનો મંગલ દિવસ એટલે વૈ.સુ.૧૦ ના દિવસે તેઓશ્રી આચાર્ય પદવીથી વિભૂષિત થયા. જૈન પુરી અમદાવાદમાં વિશાળ માનવ સમુદાયની ઉપસ્થિતિમાં પૂ.શ્રીને ગચ્છાધિપતિનું ઉચ્ચ અને ગૌરવવંતુ પદ અર્પણ કરવામાં આવ્યું. ૨૮ વર્ષની નાની વયે આચાર્ય પદ પ્રાપ્ત કરીને પૂ. શ્રીએ પોતાની જ્ઞાનોપાસના, કર્તવ્ય પરાયણતા અને શાસન સેવાના કાર્યોથી પદની સાર્થકતા કરી બતાવી હતી. પૂ. શ્રી એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મારવાડના શહેરોમાં વિહાર અને ચાતુર્માસ કરીને તીર્થોધ્ધાર, છરી પાલિતસંઘ, અંજનશલાકા પ્રતિષ્ઠા, જિન મંદિરોનો જીર્ણોધ્ધાર, ઉપધાન તપ જેવાં શાસન પ્રભાવનાનાં કાર્યો કરીને લોકોના જિનશાસન પ્રત્યેના શ્રધ્ધાદીપને સદાને માટે તેજસ્વી રાખવાનો પ્રશંસનીય પુરુષાર્થ આદર્યો હતો. તીર્થાધિરાજ શત્રુંજયની પ્રતિષ્ઠા મહોત્સવમાં વિહાર દરમ્યાન તગડી મુકામે સંધ્યાકાળે અચાનક તબિયત બગડી અને જીવનનો સંધ્યાકાળ નજીક આવ્યો, ક્ષણમાં જ જીવનદીપ બુઝાઈ ગયો. એ દિવસ હતો મહા વદ ૧૪.સ્વાધ્યાય, કર્તવ્યપાલન, સેવા ને વૈયાવચ્ચ, શાસન પ્રત્યેની અવિચળ શ્રધ્ધા, નાના મોટા સૌ કોઇની સાથે સરળતાથી મળીને માર્ગદર્શન, અપૂર્વ કાર્યદક્ષતા, મુનિ ગણને વાચના અભ્યાસમાં જોડી સંયમ જીવનના અર્ક સમાન જ્ઞાનદાતા, સ્થાપત્યના પ્રખર જ્ઞાની, ગુરુભક્તિ અને વાત્સલ્યવારિધિ જેવા ગુણ વૈભવથી પૂ. શ્રીનું આજે ભક્તિભાવપૂર્વક સ્મરણ કરીને કૃતકૃત્યતા અનુભવાય છે. આવા હતા અમારા આ. ગુરુ નંદનસૂરિ. એમનું જીવન અને કાર્ય ભવભ્રમણ કરતા આત્માને અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવી ક્ષમતા ધરાવે છે. પૂ. શ્રીના જીવનનો પરિચય જીવન જીવવાની શ્રધ્ધા દૃઢ કરીને મહાન પુરુષના ગુણોનું અનુસરણ કરી સાચો માનવી બનવા પ્રેરક નીવડે તેવી પ્રેરણા આપે છે. પૂ. શ્રીને કોટી કોટી વંદન. - ડૉ. કવિન શાહ. Jain Education International [], For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 204