Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ એક લાખનું દાન જૈન સાહિત્યના પ્રકાશન માટે આપ્યું છે એ અમારા માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે. વિદ્યાલયની જૈન ધર્મ અને સાહિત્યવિષયક આ પ્રવૃત્તિમાં યશકલગીરૂપ એક નવી પ્રવૃત્તિને ઈ. સ. ૧૯૭૭ માં ઉમેરો થયો. વિદ્યાલયના હીરક મહેત્સવ નિમિત્તે વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, પત્રકારત્વ આદિનું નિયમિત પરિશીલન – પરિમાર્જન થાય એ હેતુએ જૈન સાહિત્ય સમારોહ યોજવાનું વિચારાયું. આ પ્રવૃત્તિને | વિદ્વાને અને સમાજ તરફથી બહુ ઉમળકાભર્યો સહકાર મળ્યો છે. - આ પ્રવૃત્તિનું સાતત્ય આજ દિવસ સુધી જળવાઈ રહ્યું છે. પરિણમે મુંબઈ પછી મહુવા, સુરત, સેનગઢ (સૌરાષ્ટ્ર), માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુરમાં જૈન સાહિત્ય સમારોહ યોજાયા હતા. હવે આઠમો જૈન સાહિત્ય સમારોહ શ્રી સમેતશિખર તીર્થ(મધુવન– બિહાર)માં યોજાઈ રહ્યો છે. સમાજની વિદ્યાપ્રીતિનું આ સૂચક ઉદાહરણ છે. વિવિધ સ્થળોએ આ રીતે યોજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં ૨જૂ થયેલા કેટલાક નિબંધેનું ગ્રન્થરૂપે પ્રકાશન કરવાને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ નિર્ણય કર્યો અને તે મુજબ “જૈન સાહિત્ય સમારોહ ગુછ-૧” નામને દળદાર ગ્રન્થ ૧૯૮૫માં ખંભાતના જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પ્રકાશિત થયે હતા. અમને જણાવતા આનંદ થાય છે કે સમેતશિખરમાં યોજાનાર આઠમા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે ગુચ્છ-૨નું આ પ્રકાશન થઈ રહ્યું છે. એ માટે સંપાદનની જવાબદારી હૈ. રમણલાલ ચી. શાહ, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ૨, શાહ, પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ એમ શાહ, “કલાધરે' સહર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 471