Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન [પહેલા ભાગમાંથી * પ્રસ્તાવનામાં “જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનો નિબંધ લખીને મૂક્યો છે. તે લખવામાં સદ્દગત ચંદ્રસેન ગુલેરીજી એમ.એ.ના “પુરાની હિન્દી એ નામના નાગરી પ્રચારિણી પત્રિકા ભાગ ૨ના અંક ૧થી ૪માં આવેલ લેખો, દોધકવૃત્તિ (સંશોધક પ. ભગવાનદાસ હર્ષચંદ્ર, પ્રકા. હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી, પાટણ), સદૂગત પ્રો. ગુણેની ‘ભવિયત્ત-કહા' (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, નં. ૨૦) પરની અંગ્રેજી પ્રસ્તાવના તથા તેમના ઈ.સ.૧૯૨૨ના મેથી ઑક્ટોબરના વિવિધ જ્ઞાનવિસ્તારના અંકમાંના મરાઠી ભાષા સંબંધી લેખો, શ્રીયુત હીરાલાલ જૈનના બે લેખ નામે હિંદી માસિક મનોરમા (જુલાઈ ૧૯૨૪)માંનો “જૈન સાહિત્યમેં હિન્દીકી જડ' એ લેખ તેમજ અલ્હાબાદ યુનિવર્સિટી જર્નલમાંનો “અપભ્રંશ લિટરેચર' નામનો અંગ્રેજી લેખ (પૃ.૧પ૭થી ૧૮૪), “જૈન સાહિત્ય સંશોધક’માં શ્રીયુત નાથુરામજી પ્રેમીનો લેખ, સદૂગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલના લેખો તેમજ રાવબહાદુર પંડિત ગૌરીશંકર હીરાચંદ ઓઝાના “રજપૂતાનેકા ઇતિહાસ -- પહલા ખંડ’ વગેરેનો આધાર લઈ કેટલાકમાંથી અનુવાદ કરી, કેટલાકમાંથી સાર લઈ ઉપયુક્ત માહિતીઓ ૩૩૧ પારામાં એકત્રિત કરી છે. તો તે સર્વેનો હું પરમ ઋણી છું. આ નિબંધ સાત વિભાગ અને તેના ૩૬ પ્રકરણમાં વહેંચેલ છે અને તે “ગુજરાતી સાહિત્યના પાયા જૈનોએ નાખ્યા છે એ વસ્તુસ્થિતિ સબળ પ્રમાણથી પુરવાર કરશે અને તેમાંથી નવીન અભ્યાસીને ઘણું નવીન અને રસપ્રદ જાણવા જેવું મળી આવશે તો હું મારો પરિશ્રમ સફલ થયેલો માનીશ. આ નિબંધની વિષયસૂચિ વિષયાનુક્રમમાં મૂકી છે. મોહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, ૨૬-૬-૧૯૨૬ જ્યેષ્ઠ વદ ૧, શનિવાર સં.૧૯૮૨ ૧. રા. શંકરભાઈ સોમાભાઈ પટેલ, સાબરમતી, ૫.૪ એ.પ-૬, પૃ. ૨૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 259