Book Title: Jain Gurjar Kavio Part 10 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 6
________________ સંપાદકની મધ્યકાલીન ગુજરાતીની જાણકારી કામ આવી છે. ખાસ કરીને પ્રાચીન ગુજરાતી સુભાષિતો પરત્વે એ વધારે કામ આવી છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ પણ ઝડપથી નજર ફેરવી છે ને કોઈકોઈ સુધારા સૂચવ્યા છે. એમને અને શ્રી રમણીકભાઈને વારંવાર પૂછ્યા કરવાનું પણ થયું છે. બન્ને વિદ્વાનોનો હું અત્યંત ઋણી છું. અપભ્રંશનો ઈતિહાસ લખવામાં પોતે ઉપયોગમાં લીધેલાં સાધનો શ્રી દેશાઈએ પોતાના નિવેદનમાં દર્શાવ્યાં છે. તે ઉપરાંત આજે હવે હિંદીમાં આ વિષયના ત્રણ ગ્રંથોની માહિતી મળે છે : (૧) અપભ્રંશ સાહિત્ય, ડો. હરિવંશ કાછડ, પ્રકા. ભારતી સાહિત્ય મંદિર, દિલ્હી, ૧૯૧૭. (૨) અપભ્રંશ ભાષા ઔર સાહિત્ય, ડો. દેવેન્દ્રકુમાર જૈન, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૬૬. (૩) અપભ્રંશ સાહિત્યપરંપરા ઔર પ્રવૃત્તિયાં, રાજવંશ સહાય. ગુજરાતીનાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ'(૧૯૬૦)ની પ્રસ્તાવનામાં તથા “અનુશીલનો (૧૯૬૫)માં અપભ્રંશનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ય છે. આ આવૃત્તિમાં આવશ્યક માહિતી સુધી સરળતાથી પહોંચી શકાય તે હેતુથી નામસૂચિ ઉમેરી છે. ધાર્યા કરતાં ઘણું વિકટ ને શ્રમભર્યું બની રહેલું “જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃસંપાદનનું આ કાર્ય આજે દશ વર્ષે પૂરું થાય છે ત્યારે હૃદય પરમ સંતોષની, કૃતકૃત્યતાની લાગણી અનુભવે છે. ગંભીર માંદગીએ આ કામ પૂરું થવા વિશે મોટો સંશય ઊભો કરેલો. એ સંશય આજે નિરવકાશ બન્યો એમાં જગત્રિયંતાની કૃપા જ રહેલી છે. એ કૃપાના અનુભવથી હૃદય આદ્ર બને છે. એ કૃપા વરસાવવામાં નિમિત્ત બનનાર ડૉ. પ્રવીણભાઈ ઓઝા આદિ ચિકિત્સકોનું પણ કૃતજ્ઞભાવે સ્મરણ થાય છે. આવા મહત્ત્વપૂર્ણ કાર્યમાં મને જોડીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મને મોટી તક પૂરી પાડી છે. મારી સજ્જતા વધી છે, મારી શક્તિઓ કસાઈ છે અને મને હું ન ધાર્યું એવી પ્રતિષ્ઠા પણ મળી છે. વિદ્યાલયે મને પૂરી મોકળાશથી અને સ્વતંત્રતાથી કામ કરવા દીધું છે એ તો કેવી મોટી ચીજ છે એ આજે સમજાય છે. આ સંસ્થાનો મારા પર મોટો ઉપકાર છે. ડો. રમણલાલ શાહ વિદ્યાલયમાં આ યોજનાનો પ્રારંભ કરાવનાર હતા એ કેમ વીસરાય ? એમની મારા પ્રત્યેની નિર્વ્યાજ પ્રીતિ આજે પણ મને પુલકિત કરે છે. આ કામમાં ભાયાણીસાહેબે સતત મારી પડખે હોય એવો અનુભવ કરાવ્યો છે ને કીર્તિદાબહેને આરંભથી અંત સુધી મારો બોજ ઉઠાવ્યા કર્યો છે. બીજાં અનેકોનો પણ, જુદીજુદી કામગીરીઓમાં, સાથ મળતો રહ્યો છે. આ એક વિરલ ધન્યતાપ્રેરક અનુભવ છે. સંગત કાંતિલાલ કોરા, આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી, આચાર્યશ્રી શીલચન્દ્રસૂરિજી જેવી વ્યક્તિઓએ આ યોજનામાં હંમેશાં ઊંડો રસ લીધા કર્યો છે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 259