Book Title: Jain Gurjar Kavio Part 10 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 5
________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન પૂરક સામગ્રીના આ છેલ્લા ખંડમાં “જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ’ એ નિબંધ આપવામાં આવ્યો છે. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના રૂપે “જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ નામનો નિબંધ મૂકવામાં આવ્યો હતો. એ નિબંધમાં વસ્તુતઃ જૂની ગુજરાતીની પૂર્વપરંપરા રૂપે મુખ્યત્વે અપભ્રંશ સાહિત્યનો ઈતિહાસ છે. આથી અહીં એનું શીર્ષક જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ” એમ કરી લેવાનું યોગ્ય માન્યું છે. ૭૦ વર્ષ પૂર્વે લખાયેલા આ નિબંધની કેટલીક વીગતો કાલગ્રસ્ત થઈ ગઈ હોય અને એમાં શુદ્ધિવૃદ્ધિને પૂરો અવકાશ હોય એ દેખીતું છે, પણ ગુજરાતી ભાષામાં હજુ આ વિષયનું આટલું વિસ્તૃત નિરૂપણ પ્રાપ્ત નથી ને બીજું અદ્યતન સધ્ધર નિરૂપણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ નિબંધ ઉપયોગી છે એવો આ વિષયના જાણકારોનો અભિપ્રાય થયો તેથી એને અહીં સાચવી લીધો છે. સરળતાથી થઈ શકે તેવા અને નિબંધના મૂળ માળખાને અનુરૂપ હોય તેવા સુધારાવધારા, અલબત્ત, કરી લીધા છે. ખાસ કરીને કેટલેક ઠેકાણે પાઠશુદ્ધિ કરી છે, અનુવાદ સુધાર્યા છે અને કૃતિઓના પ્રકાશનની માહિતી ઉમેરી છે. ક્વચિત્ ભૂલભરેલી માહિતી રદ પણ કરી છે. શબ્દાર્થ, વ્યાકરણ વગેરેની કેટલીક નોંધો આજે બિનજરૂરી જણાતાં છોડી દીધી છે. કેવળ શબ્દાર્થ જ આપેલા હતા ત્યાં એને સંકલિત કરીને સળંગ અનુવાદ ગોઠવી લીધો છે તેમજ શબ્દાનુસારી અનુવાદ હતો ત્યાં એને નિયમસરની વાક્યરચનામાં મૂકી સુવાચ્ય બનાવ્યો છે. અન્ય લખાણમાં પણ વાક્યરચના ક્યાંક સરખી કરવાની થઈ છે. ઉમેરેલી માહિતી [ ] કૌંસમાં મૂકી છે, પણ છોડી દીધેલા ભાગોની કોઈ નોંધ કરી નથી. અન્ય સુધારા કેટલેક સ્થાને મૂળ લખાણ સાચવીને એનાથી અલગ પાડી [] કૌંસમાં મૂક્યા છે, પરંતુ બધે એમ કરવા જતાં નિરૂપણ કઢંગું થઈ જાય એવું હતું. તેથી ઘણે સ્થાને સુધારા મૂળ લખાણમાં જ અંતર્ગત કરી લીધા છે. “જૈન ગૂર્જર કવિઓની અત્યાર સુધીની સંપાદનપદ્ધતિથી આ પદ્ધતિ થોડી જુદી પડે છે અને મૂળ શું હતું તે જાણવું હોય તો પહેલી આવૃત્તિ જોવી પડે એવું થયું છે. જોકે એવી કોઈ આવશ્યકતા નહીં રહે એવી પ્રતીતિથી જ આમ કર્યું છે. દેખીતી રીતે જ ખોટું હોય તે રદ કર્યું છે અને સુધાર્યું છે અને આજે પ્રસ્તુત ન હોય તે છોડ્યું છે. બીજી આવૃત્તિના સંપાદકનો આ વિષયમાં ખાસ પ્રવેશ નથી, તેથી શુદ્ધિવૃદ્ધિ માટે ડો. રમણીક મ. શાહની મદદ માગેલી, જે એમણે ખૂબ પ્રેમપૂર્વક આપી છે. એમણે કેટલીક પાઠશુદ્ધિ અને અર્થશુદ્ધિ કરેલી છે અને વિશેષે તો પ્રકાશિત ગ્રંથોની માહિતી ઉમેરી આપી છે. હેમચંદ્રીય અપભ્રંશનાં ઉદાહરણોના અનુવાદ પરત્વે ડો. હરિવલ્લભ ભાયાણીના સાનુવાદ સંપાદનનો પૂરો લાભ ઉઠાવ્યો છે અને પ્રબંધચિંતામણિમાંનાં પદ્યો પરત્વે મુનિ જિનવિજયના સંપાદનની મદદથી કેટલીક શુદ્ધિ કરી છે. અનેક સ્થાનોએ પાઠશુદ્ધિ-અર્થશુદ્ધિમાં - તેમજ શંકા કરવામાં પણ – આ આવૃત્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 259