Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈના અતિમૂલ્યવાન આકરગ્રંથ “જૈન ગૂર્જર કવિઓના નવસંસ્કરણનું મહાકાર્ય આજે ૧૧ વર્ષ પૂર્ણાહુતિને પામે છે એથી અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. શ્રી દેશાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક સભ્યો માંહેના એક હતા ને જીવનભર એની મેનેજિંગ સમિતિના સભ્ય રહેલા. એમના આ ગ્રંથના પુનઃપ્રકાશનનો લાભ આ સંસ્થાને મળ્યો છે એનું અમને ગૌરવ છે. શ્રી જયંતભાઈ કોઠારી જેવા સંનિષ્ઠ વિદ્વાનને હાથે નવસંસ્કરણનું કાર્ય ઉત્તમ રીતે પાર પડ્યું તેથી આ ગ્રંથશ્રેણીની નવી મૂલ્યવત્તા સ્થાપિત થઈ છે. વિદ્ધવર્ગે આ પ્રકાશનને ઉમળકાથી વધાવ્યું છે તેનાથી અમને બળ મળ્યું છે. ગ્રંથશ્રેણીની આ બીજી આવૃત્તિના કેટલાક ભાગો અપ્રાપ્ય બનવા લાગ્યા છે એ આ પુનઃપ્રકાશનની સાર્થકતાની દઢ પ્રતીતિ કરાવે છે. આશા છે કે આ ગ્રંથશ્રેણીના આ છેલ્લા ભાગો પણ આગળના ભાગોના જેવો જ આવકાર પામશે. પૂર્ણાહુતિના આ પ્રસંગે પોતાની સહજ વિદ્યાપ્રીતિથી આ જહેમતભર્યા કાર્યના ભારનું વહન કરનાર શ્રી જયંતભાઈ કોઠારી, આ પુનઃપ્રકાશનની સંમતિ આપનાર શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, શ્રી જયંતિભાઈ કોઠારીને એમના કાર્યમાં સહાયરૂપ થનાર સૌ સંસ્થાઓ અને વ્યક્તિઓ, આ પુનઃપ્રકાશનની કદર બૂઝનારા સૌ સમીક્ષકો, શુભેચ્છકો તથા આ ગ્રંથશ્રેણીના વિક્રયની જવાબદારી ઉઠાવનાર સૌ વિક્રેતાઓ – બધાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મુંબઈ ખાંતિલાલ ગોકળદાસ શાહ ૧૦ ડિસેમ્બર, ૧૯૯૬ પ્રકાશ પ્રવીણચંદ્ર ઝવેરી સુબોધરત્ન ચીમનલાલ ગાર્ડી મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 259