Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ મને પ્રોત્સાહિત કર્યો છે. મન આભારવશતાની લાગણીથી ભર્યુંભર્યું થઈ જાય છે. ડૉ. ભાયાણી, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી અને આચાર્ય શીલચન્દ્રજીએ ગ્રંથશ્રેણીની પૂર્ણાહુતિને વધાવતા પ્રેમભર્યાં શબ્દો લખી આપ્યા છે તે એક શુભાશીર્વાદ લેખે માથે ચડાવું છું. જૈન ગૂર્જર કવિઓ’ની આ શ્રેણીની અત્યંત ઉમળકાભરી સમીક્ષા કેટલીબધી થઈ છે ! એ સમીક્ષકોએ આ પ્રવૃત્તિની સાર્થકતા પ્રમાણી સંપાદકને ને પ્રકાશક સંસ્થાને ઘણું બળ પૂરું પાડ્યું છે. આ પ્રવૃત્તિને ઘણી પ્રસિદ્ધિ પણ આપી છે. વિક્રેતામિત્રોએ છેક સુધી સાથે રહી વિદ્યા પ્રત્યેની અને મારા પ્રત્યેની પ્રીતિનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાઓ પણ મારે માટે મૂલ્યવંતી છે. સૌ સમીક્ષકો ને વિક્રેતામિત્રો પ્રત્યે ઋણભાવ અનુભવ્યા વિના હું રહી શકતો નથી. અને જૈન ગૂર્જર કવિઓ'ના સર્જક મોહનલાલ દલીચંદ દેશાઈ ? એ પળેપળ મારી સામે રહ્યા છે, એમની સજ્જતા, એમનો પરિશ્રમ, એમની નિષ્ઠા એ બધાં મને પ્રભાવિત કરતાં રહ્યાં છે, એમની નરી નિઃસ્પૃહતાભરી વિદ્યાસેવાની ભાવનાને તો માથું નમે છે. એમની સમક્ષ મન નમ્રતાનો, અલ્પતાનો અનુભવ કરે છે અને એમના કાર્યની યત્કિંચિત્ પૂર્તિ કરવાનું મળતાં પિતૃતર્પણનો પુણ્ય ભાવ જાગે છે. છેલ્લા ત્રણ ભાગનું સુંદર ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલયમાં થયું ને ભગવતી પ્રેસના ભીખાભાઈ પટેલ તો આ આખી ગ્રંથશ્રેણી સાથે સંકળાયેલા રહ્યા છે. એમનો પણ આભાર વ્યક્ત કર્યા વિના કેમ ચાલે ? ૧૦ ડિસેમ્બર ૧૯૯૬ Jain Education International For Private & Personal Use Only - જયંત કોઠારી ' www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 259