Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. सूक्तमुक्तावळी. ૪૦. ૧૮ દાનધર્મને પ્રભાવ. થીર નહીં ધન રાખે, તેમનાંખ્યો ન જાયે, ઈણિપરે ધન જોતાં, એક ગત્યા જણાયે; છંહ સુગુણ સુપાત્રે, જે દે ભક્તિ ભાવે, નિધિ જિમધન આગે, સાથ તેહીજ આવે. નળ બળિ હરિચંદા, ભેજ જે જે ગવાયે, પ્રહ સમય સદા તે, દાન કેરે પસાયે ઈમ હદય વિમાસી, સર્વથા દાન દીજે, ધન સફળ કરજે, જન્મને લાહ લીજે. ભાવાર્થ-લક્ષ્મીનો એ ચપળ સ્વભાવ છે કે તે એક જ સ્થળે લાંબો વખત ટકી રહે નહિ, તેમ છતાં લક્ષમી ઉપરને મેહ પણ એટલે બધે ભારે જીવને લાગેલ હોય છે કે તેને હાથે કરી છેડાય પણ નહિ એટલે કે જ્યાં સુધી લક્ષમી દેવી. સુપ્રસન્ન હોય ત્યાં સુધી સમજીને તેને મેહ તજી તેને સત્પાત્રે ખચી પણ શકે નહિ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. જો કે કૃપણુતા દોષથી લક્ષ્મીને સદુપચોગ કરી શકાતો નથી પણ તેને સંબંધ તે સર્યો હોય એટલે જ વખત રહે છે, પછી તેને વિયોગ થાય જ છે. ડાય તે કૃપણુદાસ પરક સધાવે તેથી કે તેના પુન્યને ક્ષય થયો હોય તેથી લક્ષમીન સંબંધ તુટે છે જ. આમ સમજીને જે સુજ્ઞ જનો ઉદાર દીલથી મળેલી લમીને સુપાત્રે આપી તેને હા લે છે તેમને તેથી અનેક ગુણી લક્ષ્મી અન્ય ભવમાં સહેજે આવી મળે છે. તેમને કશી વાતને તે રહેતું નથી જ. નળરાજા, બલિરાજા, હરિશ્ચંદ્ર અને ભજેશા પ્રમુખ જે જે પુન્યલેક (પ્રશંસનીય) પુરૂનું પ્રભાતમાં નામ લેવામાં આવે છે તે દાનધર્મનાજ પ્રભાવે. એમ સમજી વિવેક આણી ઉદાર દીલથી અનેક પ્રકારે દાન દઈ નિજ દ્રવ્યસંપત્તિને સાર્થક કરી આ દુર્લભ માનવ ભવને લાહો લેવો જોઈએ. જે તેમ કરવામાં પ્રમાદ કરે છે તેમને પાછળથી પસ્તાવું પડે છે. જ્ઞાની પુરૂષાએ અનેક પ્રકારના દાનમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ મુખ્ય દાન કહ્યા છે. જેમાંના પ્રથમના બે મોક્ષદાયક છે અને પાછળના ત્રણ દાન ભેગફળને આપે છે. નિસ્વાર્થપણે યોગ્ય પાત્રને યથાઅવસરે દાન દેવાથી - ૧ લાહો લાભ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38