Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. કરાવવું. યાત્રાએ જતાં, રણે યુધે) ચડતાં અને પર્વણને દિવસે ન કરાવવું. પિતાને હાથે વાળ ચુંટવા નહીં તેમજ વીણવા (સમારવા) પણ નહીં. પિતાનું લુગડું ખોળામાં પાથરી તેમાં વાળ લેવા નહીં એથી દારિદ્ર આવે છે. - (આ સંબંધમાં જે તિથિઓ ને વારે નિવાર્યા છે તે સહેતુક છે, પરંતુ આજના જમાનામાં તે લક્ષમાં લેવાય તેમ નથી. આમાં રવિવાર વળે છે અને હાલ બહોળે ભાગે તે વારેજ ક્ષેાર કરાવવામાં આવે છે. તેનું કારણ સરકારી દરબારી વિગેરે નોકરીમાં રવિવાર રજાને દિવસ લેવાથી તે દિવસે જ લોર માટે અને વકાશ મળી શકે છે. રાત્રિએ કે સંધ્યાએ નખ ન ઉતરાવવામાં અન્ય કારણ સાથે એ પણ કારણ જણાય છે કે જે અંધકારના કારણથી કાંઈ પણ જીવતે નખ ઉતરે તે તે ઉપાધિ રૂપ થઈ પડે છે. આમાં પિતાને હાથે વાળ ચુંટવા ને સમારવાની ના પાડવામાં આવે છે પરંતુ નવા ઉછરતા યુવાનોમાં ઘણે ભાગ સ્વહસ્તે ક્ષીર કરવાની ટેવવાળો થઈ ગયો છે, તેમજ વાળને રોભારૂપ માનનારા આગળના ભાગમાં બાબરી રાખે છે એટલે તેને સમારવા માટે તેલ ને દાંતીઆની કાયમને માટે જરૂરીઆત રહે છે. આ બધી હકીક્ત એટલે દરજે વધી પડી છે કે હવે તેનું નિવારણ મુશ્કેલ જણાય છે.) સ્નાન વિધિ, હવે સ્નાન ક્યારે કરવું ? તે સંબંધમાં કર્તા કહે છે કે-ચિતાનો ધૂમ્ર લઈને અર્થાત્ લકકાદિ પ્રસંગે સ્મશાન જઈને, સૈર કરાવીને અથવા નખ ઉતરાવીને, ભેગભગવાને, વમન થયા પછી અને ખરાબ સ્વપ્ન આવ્યું હોય ત્યારે સ્નાન કરવું. વૃક્ષથી કે સેવાળથી ઢંકાયેલા પાણીમાં સ્નાન ન કરવું, ઉંડાઈથી અજાણ્યા હઈએ તેવા જળાશયમાં અને મેલા પાણીવાળા જળાશયમાં સ્નાન ન કરવું. (શાવકને પ્રાયે જળાશયમાં પ્રવેશ કરીને સ્નાન કરવાને નિષેધજ છે. કારણ કે શ્રાવક પરિમિત જળે સ્નાન કરનાર હોય, અપરિમિત જળે સ્નાન કરે નહીં. શ્રાવકની કરણીની સઝાયમાં કહ્યું છે કે-ઘતની પરે વાપરજે નીર. એટલે શ્રાવકે તે - પવિત્ર શરીર થયું હોય ત્યારેજ પરિમિત જળે સ્નાન કરવું. જળાશય પાસે જઈને સ્નાન કરવું પડે તે પણ તેમાંથી ગળીને પાછું લઈ લ્હાયેલુ પાણું પાછું જળાશ યમાં ન જાય તે રીતે સ્નાન કરવું. મનુષ્યના શરીરનો મેલ ખાવામાં આવવાથી માછલીઓના ગર્ભ ગળી જાય છે એમ કહેવાય છે. દરરોજ તે માત્ર જિનપૂજા નિમિત્તેજ શ્રાવકે સ્નાન કરવાનું છે તે પણ જીવજંતુની વિરાધના ન થાય તેવી રીતે તરફની સાવચેતી રાખીને કરવાનું છે. આ સંબંધમાં અન્યત્ર લખેલ છે તેથી અહીં વિસ્તાર કરવામાં આવતો નથી.) ટાઢે પાણીએ નહાઈને ઉનું અન્ન ન જમવું અને ઉને પાણીએ નહાઈને ટાઠું અન્ન ન જમવું. એથી શરીર સુખાકારી જળવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38